Diwali 2022: દિવાળી પર મીઠાઈ ખરીદતાં પહેલા આ વાતોનું રાખો ધ્યાન, રહેશો ફાયદામાં
Diwali Sweets: તમારી એક ભૂલ તહેવારની ખુશીમાં મુશ્કેલી લાવી શકે છે. તેથી જ્યારે પણ તમે બજારમાં મીઠાઈ ખરીદવા જાઓ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો,
![Diwali 2022: દિવાળી પર મીઠાઈ ખરીદતાં પહેલા આ વાતોનું રાખો ધ્યાન, રહેશો ફાયદામાં Diwali 2022: Keep these thins in mind during buy sweets for diwali festival Diwali 2022: દિવાળી પર મીઠાઈ ખરીદતાં પહેલા આ વાતોનું રાખો ધ્યાન, રહેશો ફાયદામાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/11/20e73f440c61b0cf7fd272e4472a7dc3166548749799576_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Diwali 2022 Sweets: રોશની અને ખુશીઓનો તહેવાર દિવાળી આ વર્ષે 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ સૌથી ખાસ તહેવાર છે. ફટાકડા, મીઠાઈઓ, દીવા એ આ ઉત્સવના પ્રાણ છે. બજારમાં મીઠાઈઓનો ઢગલો છે. દુકાનો પર રંગબેરંગી અને સ્વાદિષ્ટ મીઠાઈઓ શણગારવામાં આવી છે. પરંતુ ભેળસેળનો ધંધો પણ જોરમાં છે. આવી સ્થિતિમાં, તમારી એક ભૂલ તહેવારની ખુશીમાં મુશ્કેલી લાવી શકે છે. તેથી જ્યારે પણ તમે બજારમાં મીઠાઈ ખરીદવા જાઓ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો, જેથી તમારી દિવાળી સુખી અને સલામત દિવાળી બની શકે.
નકલી મીઠાઈઓથી દૂર રહો
જો તમે બજારમાંથી મીઠાઈઓ લેવા જશો તો તમને ઘણી રંગબેરંગી મીઠાઈઓ જોવા મળશે. આ સુંદર દેખાતી મીઠાઈઓથી દૂર રહો. કારણ કે આ મીઠાઈઓ પોતાની સાથે એલર્જી, કિડનીની બિમારી અને શ્વાસ સંબંધી સમસ્યાઓ જેવા રોગો લાવી શકે છે અને તહેવારની મજાને બગાડી શકે છે. તેથી રંગબેરંગી મીઠાઈઓ ખરીદવા અને ખાવાનું ટાળવું જોઈએ.
મીઠાઈઓ પર ચાંદીના વરખથી કન્ફ્યૂઝ ન થાવ
બજારમાં ઘણી મીઠાઈઓ પર ચાંદીનું વરફ વધુ જોવા મળે છે. જે ખૂબ જ તેજસ્વી અને આકર્ષક છે. હવે તમે વિચારો છો કે આ મીઠાઈ પર ચાંદીનું વર્ક કરવામાં આવ્યું છે પરંતુ આનાથી મૂંઝવણમાં ન પડો. કારણ કે આજકાલ ભેળસેળ કરનારાઓ મીઠાઈને સુંદર બનાવવા માટે ચાંદીને બદલે એલ્યુમિનિયમનો ઉપયોગ કરે છે જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેથી, આવી મીઠાઈઓ ટાળવી જોઈએ.
ભેળસેળયુક્ત માવાથી દૂર રહો
તહેવારોની સિઝનમાં મીઠાઈઓમાં ભેળસેળયુક્ત માવાનો આડેધડ ઉપયોગ કરવામાં આવે છે. જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, દિવાળીની મીઠાઈ ખરીદતી વખતે, વિશ્વાસપાત્ર અથવા સારી દુકાનમાંથી જ ખરીદી કરો. માવામાં મિલ્ક પાવડરની ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે માવામાં ભેળસેળ ન સમજી શકતા હોવ તો તેના પર આયોડીનના બે થી ત્રણ ટીપાં નાખીને જુઓ. જો માવો વાદળી રંગનો થઈ જાય તો સમજવું કે તેમાં ભેળસેળ થઈ છે. તો દિવાળી પર ઘરે જ મીઠાઈ બનાવવાનો પ્રયાસ કરો. જો તમે બજારમાંથી મીઠાઈ લેવા જાવ છો તો ભેળસેળવાળી મીઠાઈઓથી દૂર રહો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)