Facial Yoga: કાયમ યંગ અને ખૂબસૂરત દેખાવવા માટે કરો આ ફેસિયલ યોગા, ચહેરા પર રહેશે કાયમી ગ્લો
Best Anti Aging Facial Yoga: ઘરે બેસીને ફેશિયલ યોગની મદદથી તમે મફતમાં લાંબા સમય સુધી યંગ અને ને સુંદર દેખાઈ શકો છો. આવો જાણીએ આ ફેશિયલ યોગા વિશે
Best Anti Aging Facial Yoga: ઘરે બેસીને ફેશિયલ યોગની મદદથી તમે મફતમાં લાંબા સમય સુધી યંગ અને ને સુંદર દેખાઈ શકો છો. આવો જાણીએ આ ફેશિયલ યોગા વિશે
શું આપ જાણો છો કે ફેશિયલ યોગ દ્વારા આપ પાર્લર જેવો ફોરએવર ગ્લો ચહેરા પર મેળવી શકો છો. જી હા, આજે અમે તમને કેટલીક એવી ફ્રી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે ખૂબ જ યંગ અને સુંદર દેખાઈ શકો છો. તમે વિચારતા જ હશો કે મફતમાં ઘરે બેસીને આ કેવી રીતે શક્ય છે. તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી યંગ દેખાવવા માટે એકવાર અમારા દ્વારા આપવામાં આવેલી આ સલાહને ચોક્કસ અપનાવી શકો છો. તો ચાલો જાણીએ શું છે ફેશિયલ યોગ
ચીક યોગા
આ આસનમાં મોંમાં હવા ભરો અને એક બાજુથી બીજી બાજુ હવાને અંદર ઘૂમાવો, આ આસનને થોડો સમય માટે દોહરાવો જેનાથી આપના ગાલ ટાઇટ અને કોમળ થઇ જશે.
લિપ પ્રેસ
આ કરવા માટે, તમારે તમારા હોઠને ચુસ્તપણે દબાવવું પડશે અને પછી રિલેક્સ કરો. આ ફેશિયલ યોગ કરવાથી ગાલ મજબૂત મળશે અને અને હોઠ ઉપર આવતી કરચલીઓ ઓછી થશે.
પાઉટ પાવર
આ મુદ્રામાં તમારા ચહેરાને એવો આકાર આપો કે જાણે તમે કોઈને કિસ કરી રહ્યાં હોવ. આ આસન કરવાથી તમારા ગાલ ચમકશે.
કિસ ધ સ્કાર્ઇ
આ કરવા માટે, તમે આકાશ તરફ જુઓ. હવે તમારા હોઠને કસીને આગળની તરફ લઇ જાવ, કંઇ એવો પોઝ કે આપ આકાશને કિસ કરવાની કોશિશ કરતાં હો. આ આસનથી આપની જો લાઇન સ્ટ્રોન્ગ થશે અને ચિનનો ફેટ ઓછો થશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.