શોધખોળ કરો

Weight loss tips: વજન ઘટાડવા માટે સૂજી કે બેસન શું છે વધુ કારગર, જાણો

જો આપને વજન ઓછું કરવું હોય તો આપ ચણાનો લોટ અથવા સોજીમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો. બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જાણો કઈ વસ્તુ વધુ ફાયદાકારક છે.

Weight loss tips:જો  આપને વજન ઓછું કરવું હોય તો આપ  ચણાનો લોટ અથવા સોજીમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકો છો. બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જાણો કઈ વસ્તુ વધુ ફાયદાકારક છે.

આજકાલ, ઘરે બેઠા વજન ઘટાડવાની રીતો સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે.  આહાર વજન ઘટાડવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોરોનાને કારણે લોકોનું બહાર નીકળવાનું ઘણું ઘટી ગયું છે. વર્ક ફ્રોમ હોમના કારણે પણ  સ્થૂળતા વધી રહી  છે. કોઈપણ શારીરિક પ્રવૃત્તિ વિના શરીરમાં મેદસ્વિતા વધી જવી સ્વાભાવિક છે  અને હવે તેના કારણે દરેક વ્યક્તિ પોતાનું વજન ઘટાડવાના ઉપાયો શોધતા રહે છે, પરંતુ અનેક રીતો અજમાવવા છતાં પણ વજન ઘટતું નથી.

આપ ભોજનમાં ચણાનો લોટ અને સોજીનો ઉપયોગ કરીને પણ વજન ઘટાડી શકો છો. ચણાનો લોટ અને સોજી બંને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ બંને એવી વસ્તુઓ છે. જે દરેકના ઘરમાં જોવા મળે છે. આપ  બેસન ચીલા, ઉત્તાપમ, સોજીની ખીર, ઢોસા વગેરે બનાવતા જ હશો. આ વસ્તુઓ માત્ર સ્વાદ જ નથી બદલતી પણ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. જો તમે પણ વજન ઓછું કરવા માંગો છો, તો તમે ચણાનો લોટ અને સોજી બંનેનો ઉપયોગ કરી શકો છો. જાણો ચણાનો લોટ અને સોજીમાં શું ફાયદાકારક છે અને વજન ઘટાડવા માટે કઈ વસ્તુ વધુ ફાયદાકારક છે.જાણીએ

સોજી વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?

વાસ્તવમાં, સોજીમાં ફાઇબર, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન, કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ અને થાઇમીન જેવા પોષક તત્વો મળી આવે છે. આ તમામ વિટામિન્સમાંથી ફાઈબર સૌથી વધુ માત્રામાં જોવા મળે છે, કારણ કે ફાઈબરની માત્રા વધુ હોય છે, તો સોજી ખાધા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ જ કારણ છે કે સોજી વજન ઘટાડવામાં મદદ કરે છે.

બેસન વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?

ચણાના લોટમાં ફાઈબર, કોપર, પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. ચણાના લોટમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી પેટ ભરેલું લાગે છે, જેના કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. ચણાનો લોટ ન માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ અન્ય ઘણી સમસ્યાઓને પણ દૂર કરે છે. ચણાનો લોટ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે, લોહીની ઉણપ નથી થતી અને હાડકાં મજબૂત બને છે. ચણાના લોટનું સેવન કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. એટલા માટે તમારે ચણાના લોટનું સેવન અવશ્ય કરવું જોઈએ.

એવા ઘણા લોકો છે જેમને ડાયાબિટીસ, બીપી, હાર્ટ પ્રોબ્લેમ વગેરે છે. ડોક્ટરની સલાહ લીધા પછી જ આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. કારણ કે એવું જરૂરી નથી કે ચણાનો લોટ અને સોજી દરેક લોકો  માટે ફાયદાકારક હોય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Embed widget