શોધખોળ કરો

Hair Care: શિયાળામાં વધી રહી છે વાળ ખરવાની સમસ્યા ?

Hair Care: શિયાળામાં વાળ ખરવાની સમસ્યા લગભગ બધાને રહેતી હોય છે, ત્યારે વાળની માવજત કરવા માટે મોંઘા હેર પ્રોડક્ટ વાપરવાને બદલે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરીને પણ વાળની માવજત લઈ શકો છો. 

હેર કેર માટે નેચરલ વસ્તુઓનો ઉપયોગ ઘણો કોમન છે. ખાસ કરીને શિયાળામાં પ્રાકૃતિક વસ્તુઓના ઉપયોગથી વાળ ખરવાની સમસ્યા ઓછી થવાની સાથે વાળ હેલ્ધી અને શાઈની પણ થશે. તો ચાલો જાણીએ હેર ફોલની સમસ્યાને કંટ્રોલ કરવા માટેના અમુક ઘર ગથ્થુ કુદરતી ઉપચારો.

મેથી:

મેથીમાં રહેલ પ્રોટીન, ફોલિક એસીડ, વિટામીન એ અને વિટામીન સી વાળને પોષણ પૂરું પાડે છે. મેથીના ઉપયોગથી વાળ જડથી મજબુત થાય છે અને તેનું ખરવાનું પણ ઓછું થાય છે. રાતે 2 ચમચી મેથીને પાણીમાં પલાળી લો. સવારે મેથીને પીસીને તેની થોડી થીક એવી પેસ્ટ બનાવી લો, આ પેસ્ટને વાળમાં લગાવી દો, ત્યારબાદ હોટ ટોવેલને માથામાં લપેટી લો, આ માટે ટુવાલને ગરમ પાણીમાં પલાળીને નીચોવી લો. લગભગ 30 એક મિનીટ સુધી તેણે વાળમાં રહેવા દો ત્યારબાદ સાદા પાણીથી વાળ ધોઈ લો. 

મીઠો લીમડો:

મીઠા લીમડાના પાનમાં એન્ટી ઓક્સીડન્ટ, પ્રોટીન અને કેરોટીન જેવા તત્ત્વો હોય છે, જે વાળના ખરવાને રોકે છે અને સાથે સાથે હેર ગ્રોથમાં પણ મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે મીઠા લીમડાના પાનને કોઈપણ હેર ઓઈલમાં મિક્સ કરી દો, આ તેલને બરાબર ઉકાળીને તેણે વાળમાં લગાવી દો . આખીરાત આ તેલને વાળમાં લગાવી રાખો અને સવારે ઉઠીને શેમ્પુથી વાળ ધોઈ લો આનાથી તમને હેર ફોલ અને સાથે સાથે સફેદ વાળની સમસ્યામાં પણ રાહત મળશે અને તમારા વાળ નેચરલી કાળા પણ થવા લાગશે. 

ગ્રીન ટી:

ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન બી અને વિટામીન સી હોય છે જે હેર ફોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી વાળ માટે નેચરલ કંડીશનરનું પણ કામ કરે છે. 2-3  ગ્રીન ટી બેગને પાણીમાં ઉકલી લો, પાણી સહેજ ઠંડુ થાય એટલે આ પાણીથી હેર વોશ કરીને પછી સાદા પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં 2-4 વાર આના ઉપયોગથી વાળ ખરવાના ઓછા થશે અને વાળની ચાંલ પણ વધશે. 

વાળને સાચવવા માટે ગરમ પાણીથી વાળ ધોવાને બદલે સાદા અથવા તો નવશેકા પાણીનો ઉપયોગ કરો.   

આ ઉપરાંત પણ શિયાળામાં વાળની માવજત માટે હેલ્ધી આહાર લેવો પણ જરૂરી બને છે, તમારા ડાયેટમાં વિટામિન્સ અને પ્રોટીન યુક્ત આહારનો સમાવેશ કરો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું

ABP Premium

વિડિઓઝ

Delhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત

110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!

Embed widget