શોધખોળ કરો

A1 vs A2 દૂધ: બંનેમાંથી કયું દૂધ સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક? જાણો સાચો જવાબ

A1 vs A2 Milk: દેશી ગાયોમાંથી મળતું A2 દૂધ પાચન માટે હળવું મનાય છે, જ્યારે વિદેશી ગાયોનું A1 દૂધ પેટની સમસ્યાઓ સર્જી શકે છે; જાણો વિજ્ઞાન શું કહે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દૂધમાં A1 અને A2 એમ બે પ્રકારના બીટા-કેસીન પ્રોટીન હોય છે.
  • દેશી ગાયો A2 દૂધ આપે, વિદેશી ગાયો A1 દૂધ આપે છે.
  • A1 દૂધ પચતા BCM-7 બને, જે પેટ માટે હાનિકારક.
  • A2 દૂધ પાચન સુધારે, પરંતુ બધા માટે શ્રેષ્ઠ નથી.

A1 vs A2 Milk: દૂધ આપણા ભારતીય આહારનો એક અભિન્ન હિસ્સો છે, સવારની ચા હોય કે રાતનું ભોજન, દૂધ વિના ચાલતું નથી. પણ છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં A1 અને A2 દૂધને લઈને મોટી ચર્ચા જાગી છે. ડેરી કંપનીઓ A2 દૂધને વધુ હેલ્ધી અને પચવામાં સહેલું કહીને વેચી રહી છે, જ્યારે ઘણા લોકો આને માત્ર એક માર્કેટિંગ ટ્રેન્ડ માને છે. ત્યારે લોકોના મનમાં એક જ સવાલ ઘૂમરાય છે કે આખરે આ A1 અને A2 દૂધ વચ્ચે શું તફાવત છે? અને ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે કયું દૂધ પીવું વધુ યોગ્ય છે? ચાલો આ આખી વાતને સાવ સરળ ભાષામાં સમજીએ.

A1 અને A2 દૂધ ખરેખર છે શું?

સામાન્ય રીતે દૂધમાં 80 ટકા જેટલું 'કેસીન' (Casein) નામનું પ્રોટીન હોય છે, જેમાં 'બીટા-કેસીન' સૌથી વધુ જોવા મળે છે. આ બીટા-કેસીનના બે મુખ્ય પ્રકાર છે - A1 અને A2. જે દૂધમાં A1 પ્રકારનું બીટા-કેસીન હોય તેને A1 દૂધ કહેવાય છે, અને જેમાં A2 પ્રકારનું હોય તેને A2 દૂધ કહેવાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બંને પ્રોટીન વચ્ચે માત્ર એક એમિનો એસિડનો જ ફરક હોય છે, છતાં તે આપણા શરીર પર અલગ-અલગ અસર કરે છે.

કઈ ગાય કેવું દૂધ આપે છે?

આ દૂધનો પ્રકાર સીધો જ ગાયની નસ્લ પર આધાર રાખે છે. આપણી દેશી ભારતીય ગાયો, જેમ કે ગીર, સાહિવાલ, લાલ સિંધી અને થરપારકર સામાન્ય રીતે A2 દૂધ આપે છે. જ્યારે વિદેશી નસ્લની ગાયો, જેમ કે હોલ્સ્ટાઇન અને ફ્રીઝિયન ગાયોના દૂધમાં A1 પ્રોટીન હોય છે. બજારમાં મળતા મોટાભાગના પેકેટવાળા દૂધમાં આ બંને (A1 અને A2) નું મિશ્રણ હોઈ શકે છે, જ્યારે સ્પેશિયલ A2 દૂધના પેકેટમાં માત્ર A2 પ્રોટીન જ હોય છે.

કારેલાની કડવાશ દૂર કરવાની બેસ્ટ ટ્રિક્સ: હવે બાળકો પણ હોંશે હોંશે ખાશે કારેલાનું શાક

પાચનતંત્ર પર શું અસર થાય છે?

આ બંને દૂધ વચ્ચે સૌથી મોટી ચર્ચા પાચનને લઈને જ છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે જ્યારે આપણે A1 દૂધ પીએ છીએ ત્યારે તે પચતી વખતે શરીરમાં BCM-7 (બીટા-મોર્ફિન-7) નામનું એક પેપ્ટાઇડ બને છે. નિષ્ણાતોના મતે, આના કારણે કેટલાક લોકોને દૂધ પીધા પછી ગેસ, પેટ ફૂલવું અને પેટમાં દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેની સામે, A2 દૂધ પચતી વખતે આ BCM-7 ખૂબ જ ઓછું કે બિલકુલ બનતું નથી, એટલે જ તે પેટ માટે હળવું અને પચવામાં આસાન માનવામાં આવે છે.

તો શું A2 દૂધ ખરેખર વધુ હેલ્ધી છે?

એવો દાવો ચોક્કસ થાય છે કે A2 દૂધ શરીર માટે વધુ ફાયદાકારક છે. કેટલાક રિસર્ચ પણ કહે છે કે તે પાચનશક્તિ સુધારે છે અને આંતરડાના સ્વાસ્થ્ય માટે સારું છે. જોકે, નિષ્ણાતો એ વાતની પણ સ્પષ્ટતા કરે છે કે A2 દૂધ દરેક વ્યક્તિ માટે A1 કરતા શ્રેષ્ઠ જ છે, તેવું સાબિત કરતા કોઈ 100 ટકા નક્કર વૈજ્ઞાનિક પુરાવા હજુ સુધી મળ્યા નથી. છતાં, જો તમને સામાન્ય દૂધ પીવાથી પેટની કોઈ તકલીફ રહેતી હોય, તો A2 દૂધ અજમાવવું એ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ 

કોરોનાથી પણ ખતરનાક છે Hantavirus! શું કોઈને અડવાથી ફેલાય છે? WHO એ આપી મોટી ચેતવણી

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

A1 અને A2 દૂધ વચ્ચે મુખ્ય તફાવત શું છે?

દૂધમાં રહેલા 'બીટા-કેસીન' પ્રોટીનના બે પ્રકાર છે: A1 અને A2. જે દૂધમાં A1 પ્રકારનું પ્રોટીન હોય તે A1 દૂધ અને જેમાં A2 પ્રકારનું હોય તે A2 દૂધ કહેવાય છે. આ બંને વચ્ચે માત્ર એક એમિનો એસિડનો જ ફરક હોય છે.

કઈ ગાય A1 અને કઈ ગાય A2 દૂધ આપે છે?

દેશી ભારતીય ગાયો (જેમ કે ગીર, સાહિવાલ) સામાન્ય રીતે A2 દૂધ આપે છે. વિદેશી નસ્લની ગાયો (જેમ કે હોલ્સ્ટાઇન) ના દૂધમાં A1 પ્રોટીન હોય છે. બજારમાં મળતા દૂધમાં બંનેનું મિશ્રણ હોઈ શકે છે.

A1 અને A2 દૂધ પાચનતંત્ર પર શું અસર કરે છે?

A1 દૂધ પચતી વખતે BCM-7 નામનું પેપ્ટાઇડ બનાવે છે, જે કેટલાક લોકોને ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યા આપી શકે છે. A2 દૂધ પચતી વખતે આ BCM-7 ઓછું બને છે, તેથી તે પેટ માટે હળવું ગણાય છે.

શું A2 દૂધ ખરેખર A1 દૂધ કરતાં વધુ સ્વાસ્થ્યપ્રદ છે?

એવો દાવો છે કે A2 દૂધ પાચનશક્તિ સુધારે છે અને આંતરડા માટે સારું છે. જોકે, A2 દૂધ દરેક માટે A1 કરતાં શ્રેષ્ઠ છે તેવા 100% નક્કર પુરાવા નથી. જો તમને સામાન્ય દૂધથી તકલીફ હોય તો A2 અજમાવી શકાય.

ટોપ સ્ટોરી

Fairness Cream: સ્કિનને વ્હાઇટ કરતી ક્રિમ કયાંક કિડની તો ડેમેજ નથી કરી રહીને? કેરળનો ચોંકાવનારો કેસ
Fairness Cream: સ્કિનને વ્હાઇટ કરતી ક્રિમ કયાંક કિડની તો ડેમેજ નથી કરી રહીને? કેરળનો ચોંકાવનારો કેસ
Weight Loss Tips: શિયાળામાં વજન ઉતારવા માટેની કારગર ટિપ્સ આ મસાલાનું બનાવો ડિટોક્સ ડ્રિન્ક
Weight Loss Tips: શિયાળામાં વજન ઉતારવા માટેની કારગર ટિપ્સ આ મસાલાનું બનાવો ડિટોક્સ ડ્રિન્ક
Hair Loss In Men: વાળ ઝડપથી ખરી રહ્યા છે? તરત કરાવો આ ટેસ્ટ, કોઈ ગંભીર બીમારીના તો સંકેત નથી ને?
Hair Loss In Men: વાળ ઝડપથી ખરી રહ્યા છે? તરત કરાવો આ ટેસ્ટ, કોઈ ગંભીર બીમારીના તો સંકેત નથી ને?
Anaemia In Women: ભારતમાં મહિલાઓ માટે મોટો ખતરો, 56%માં લોહીની કમી, સર્વેમાં ખુલાસો
Anaemia In Women: ભારતમાં મહિલાઓ માટે મોટો ખતરો, 56%માં લોહીની કમી, સર્વેમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
Today's Horoscope: મીન રાશિ માટે પ્રબળ લાભના યોગ, જાણો શુક્રવારનું 12 રાશિનું ફળાદેશ
Today's Horoscope: મીન રાશિ માટે પ્રબળ લાભના યોગ, જાણો શુક્રવારનું 12 રાશિનું ફળાદેશ
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
Asia Cup Rising Stars 2026: 317 રન કરવા છતાં એશિયા કપમાં ભારતની શરમજનક હાર, ફાઈનલમાં પહોંચ્યું શ્રીલંકા
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
અમેરિકામાં 'થેંક્સગિવિંગ ડે' પર તોફાનનો કહેર, 417 ઉડાણો રદ, લાખો ઘરોમાં વીજળી ગુલ
જયદેવ ઉનડકટે બનાવ્યો ટી-20 વર્લ્ડ રેકોર્ડ, 11મા નંબર પર રમી ઈતિહાસની સૌથી લાંબી ઈનિંગ
જયદેવ ઉનડકટે બનાવ્યો ટી-20 વર્લ્ડ રેકોર્ડ, 11મા નંબર પર રમી ઈતિહાસની સૌથી લાંબી ઈનિંગ
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
તિરૂપતિમાં અત્યાર સુધીનું સૌથી મોટુ દાન, 160 કરોડનું 121 કિલો સોનું ચઢાવ્યું, કોણ છે વર્ધમાન જૈન ?
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
PAASના નેતાઓમાં આંતિરક કલેહ ? 'શાંતિને નબળાઈ ન સમજો', હાર્દિકની પૉસ્ટ બાદ અલ્પેશ કથીરિયાનો ઈતિહાસ લખવાનો દાવો
Embed widget