શોધખોળ કરો

કોરોનાથી પણ ખતરનાક છે Hantavirus! શું કોઈને અડવાથી ફેલાય છે? WHO એ આપી મોટી ચેતવણી

WHO Hantavirus alert: ઉંદરથી ફેલાતો આ વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે, અત્યાર સુધીમાં 3 લોકોના મોત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • WHOએ ડચ ક્રૂઝ શિપ પર હંટાવાયરસના 8 કેસ, 3 મૃત્યુ બાદ ચેતવણી આપી.
  • વાયરસ માણસથી માણસમાં ફેલાવાની આશંકા, પણ COVID-19 જેટલો ચેપી નથી.
  • હંટાવાયરસ ઉંદરના મળમૂત્રથી ફેલાય, પણ આ 'એન્ડીઝ સ્ટ્રેન' દુર્લભ છે.
  • ચેપ લાગ્યા બાદ 6 અઠવાડિયા સુધી લક્ષણો દેખાઈ શકે છે.

WHO Hantavirus alert: ડચ ક્રૂઝ શિપ MV હોન્ડિયસમાં રહસ્યમય શ્વસન રોગ ફેલાયા બાદ WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) એ હંટાવાયરસ (Hantavirus) અંગે ગંભીર ચેતવણી આપી છે. આ શિપ પર અત્યાર સુધીમાં 8 કેસ નોંધાયા છે, જેમાં 3 લોકોના કમનસીબે મોત નિપજ્યા છે. સામાન્ય રીતે આ વાયરસ ઉંદર અને તેના મળમૂત્રથી ફેલાતો હોય છે, પરંતુ આ કિસ્સામાં તે માણસથી માણસમાં ફેલાઈ રહ્યો હોવાની આશંકાએ દુનિયાભરની ચિંતા વધારી દીધી છે. જોકે, આરોગ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વાયરસ COVID-19 જેટલો ઝડપી અને ચેપી નથી.

શું છે સમગ્ર મામલો?

આખી ઘટના ડચ ધ્વજ ધરાવતા લક્ઝરી ક્રૂઝ શિપ MV હોન્ડિયસની છે. અહીં અચાનક શ્વસનતંત્રને લગતી એક રહસ્યમય બીમારી ફેલાવા લાગી, જેની તપાસ કરતા તે હંટાવાયરસ હોવાનું સામે આવ્યું. શિપ પર કુલ 8 કેસ સામે આવ્યા છે, જેમાં 5 કેસ કન્ફર્મ છે, 3 શંકાસ્પદ છે અને 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બીમારીની શરૂઆત અને લક્ષણો

WHOના અધિકારીઓના જણાવ્યા મુજબ, શિપ પર 6 એપ્રિલના રોજ પહેલો દર્દી બીમાર પડ્યો હતો અને 11 એપ્રિલે તેનું મોત થઈ ગયું. શરૂઆતમાં લક્ષણો સામાન્ય શરદી-ખાંસી અને શ્વસન સંક્રમણ જેવા જ હોવાથી ડોક્ટરોને હંટાવાયરસની શંકા ગઈ ન હતી, જેથી પ્રારંભિક સેમ્પલ પણ લેવાયા નહોતા. પરંતુ, જ્યારે અન્ય મુસાફરો પણ આ જ રીતે બીમાર પડવા લાગ્યા, ત્યારે આરોગ્ય વિભાગે હંટાવાયરસનો ટેસ્ટ શરૂ કર્યો અને અસલિયત સામે આવી.

કોરોના (COVID-19) કરતાં કેટલો અલગ અને ખતરનાક?

લોકોના મનમાં હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું દુનિયા બીજી મહામારી તરફ આગળ વધી રહી છે? શું આ વાયરસ સ્પર્શથી ફેલાય છે? આ અંગે WHOના ચેપી રોગના નિષ્ણાત ડૉ. મારિયા વાન કેરખોવે સ્પષ્ટતા કરી છે કે આને કોરોના વાયરસ સાથે બિલકુલ સરખાવવો ન જોઈએ. તેમણે કહ્યું, "આ SARS-CoV-2 (કોરોના) નથી અને તેની જેમ ઝડપથી ફેલાતો પણ નથી." હંટાવાયરસ સામાન્ય રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં નથી ફેલાતો, અને જો ફેલાય તો પણ તે માત્ર ખૂબ જ નજીકના અને લાંબા સમયના સંપર્કથી જ શક્ય છે.

વાયરસ કેવી રીતે ફેલાય છે?

આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે હંટાવાયરસ ચેપી ઉંદરો અથવા તેમના મળ-મૂત્રના સંપર્કમાં આવવાથી ફેલાય છે. પરંતુ આ ક્રૂઝ શિપ વાળા કિસ્સામાં 'એન્ડીઝ સ્ટ્રેન' (Andes strain) હોવાની શંકા છે. આ હંટાવાયરસનો એક એવો દુર્લભ પ્રકાર છે, જે મર્યાદિત અંશે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ચેપ ફેલાવી શકે છે. આ જ કારણસર WHO આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

આ વાયરસથી દર વર્ષે 100000 બાળકોના મોત: WHO એ જાહેર કરી રસીકરણ અને બચાવની નવી ગાઈડલાઈન

લક્ષણો દેખાવામાં 6 અઠવાડિયા લાગી શકે છે

WHOએ એક ચોંકાવનારી માહિતી આપતા કહ્યું કે આ વાયરસનો ઇન્ક્યુબેશન સમયગાળો (શરીરમાં પ્રવેશ્યા પછી લક્ષણો દેખાવાનો સમય) 6 અઠવાડિયા સુધીનો હોઈ શકે છે. એટલે કે, ચેપ લાગ્યાના ઘણા અઠવાડિયા પછી પણ બીમારીના લક્ષણો દેખાઈ શકે છે. આ કારણે દુનિયાભરના દેશોના મુસાફરો પર નજર રાખવામાં આવી રહી છે. સેન્ટ હેલેનામાં જે 12 દેશોના મુસાફરો આ શિપમાંથી ઉતર્યા હતા, તે તમામ 12 દેશોને WHOએ એલર્ટ મોકલી દીધું છે.

આગળની કાર્યવાહી અને તપાસ

પરિસ્થિતિની ગંભીરતાને જોતાં WHOના નિષ્ણાતો, નેધરલેન્ડ્સના ડોક્ટરો અને યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલની એક આખી ટીમ શિપ પર પહોંચી ગઈ છે. આ ટીમ મુસાફરોનું મેડિકલ ચેકઅપ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ચેપ શિપની અંદર જ ફેલાયો છે કે લોકો બહારથી જ ચેપ લઈને આવ્યા હતા.

covid 19: ફરી વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ... ઘરમાં રાખો આ દવા, બીમાર થવા પર ફટાફટ મળશે રાહત!

ભલે WHO હાલમાં આને વૈશ્વિક ખતરો નથી માની રહ્યું, પણ નિષ્ણાતો માને છે કે ક્રૂઝ શિપ જેવી બંધ જગ્યાઓમાં લાંબા સમય સુધી રહેવાથી ચેપનું જોખમ વધી જાય છે. એટલે જ તમામ આંતરરાષ્ટ્રીય આરોગ્ય એજન્સીઓ આ મામલે સતર્ક છે.

ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને તબીબી સલાહના વિકલ્પ તરીકે ન ગણવી. કોઈપણ નવી પ્રવૃત્તિ કે ઉપચાર શરૂ કરતાં પહેલાં હંમેશા તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

હંટાવાયરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?

હંટાવાયરસ સામાન્ય રીતે ચેપી ઉંદરો અથવા તેમના મળ-મૂત્રના સંપર્કમાં આવવાથી ફેલાય છે. જોકે, MV હોન્ડિયસ શિપ પર 'એન્ડીઝ સ્ટ્રેન' નામના દુર્લભ પ્રકારની શંકા છે, જે મર્યાદિત અંશે માણસથી માણસમાં ફેલાઈ શકે છે.

MV હોન્ડિયસ શિપ પર હંટાવાયરસના કેટલા કેસ નોંધાયા છે?

MV હોન્ડિયસ શિપ પર અત્યાર સુધીમાં 8 કેસ નોંધાયા છે, જેમાં 5 કન્ફર્મ અને 3 શંકાસ્પદ છે. કમનસીબે, આ રોગચાળામાં 3 લોકોના મોત પણ નિપજ્યા છે.

શું હંટાવાયરસ COVID-19 જેટલો જ ખતરનાક અને ચેપી છે?

ના, WHOના નિષ્ણાતો સ્પષ્ટતા કરે છે કે હંટાવાયરસ COVID-19 જેટલો ઝડપી કે ચેપી નથી. તે સામાન્ય રીતે માણસથી માણસમાં નથી ફેલાતો, અને જો ફેલાય તો પણ માત્ર ખૂબ જ નજીકના સંપર્કથી શક્ય છે.

હંટાવાયરસના લક્ષણો દેખાવામાં કેટલો સમય લાગી શકે છે?

આ વાયરસનો ઇન્ક્યુબેશન સમયગાળો 6 અઠવાડિયા સુધીનો હોઈ શકે છે. એટલે કે, ચેપ લાગ્યાના ઘણા અઠવાડિયા પછી પણ બીમારીના લક્ષણો દેખાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget