શોધખોળ કરો

બીટરૂટ અને ચ્યુઇંગ ગમનું મિશ્રણ હૃદય માટે વરદાન? વૈજ્ઞાનિકોએ સંશોધનમાં કર્યો મોટો દાવો

beetroot juice and chewing gum study: બીટરૂટનો રસ પીધા પછી સુગરવાળી ચ્યુઇંગ ગમ ચાવવાથી બ્લડ પ્રેશરમાં અસ્થાયી રૂપે ઘટાડો થઈ શકે છે; જાણો આ રસપ્રદ અભ્યાસ વિશે બધું જ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આ અસર માત્ર અસ્થાયી છે, કાયમી સારવાર નથી.

beetroot juice and chewing gum study: હાઈ બ્લડ પ્રેશર (BP) ની સમસ્યા આજકાલ આખી દુનિયામાં સામાન્ય બની ગઈ છે. લોકો તેને કંટ્રોલ કરવા માટે રોજ દવાઓ ખાય છે અને ખાવાપીવામાં પણ ઘણું ધ્યાન રાખે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક નવા અને અનોખા રિસર્ચમાં ખૂબ જ રસપ્રદ દાવો કરવામાં આવ્યો છે. સંશોધકોના મતે, બીટરૂટ જેવો નાઈટ્રેટથી ભરપૂર ખોરાક લીધા પછી જો સુગરવાળી (ખાંડ આધારિત) ચ્યુઇંગ ગમ ચાવવામાં આવે, તો તેનાથી હાઈ બ્લડ પ્રેશર થોડા સમય માટે કંટ્રોલમાં આવી શકે છે. આ અભ્યાસમાં મોંની અંદરનું વાતાવરણ શરીરના બ્લડ પ્રેશર પર કેવી અસર કરે છે, તે અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે.

નાઈટ્રેટ અને બ્લડ પ્રેશર વચ્ચે શું કનેક્શન છે?

બીટરૂટ, પાલક અને કાલે જેવા શાકભાજીમાં 'નાઈટ્રેટ' નામનું તત્વ કુદરતી રીતે જ હોય છે. આપણું શરીર આ નાઈટ્રેટનો સીધો ઉપયોગ કરી શકતું નથી. આથી, આપણા મોંમાં રહેલા બેક્ટેરિયા પહેલા તેને 'નાઈટ્રાઈટ'માં ફેરવે છે. એકવાર નાઈટ્રાઈટ બની ગયા પછી, તે રક્તવાહિનીઓ (નસો) ને આરામ આપે છે અને તેને પહોળી કરે છે. જેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે અને બ્લડ પ્રેશર ઘટે છે.

આ નવું રિસર્ચ કેવી રીતે કરવામાં આવ્યું?

કિંગ્સ કોલેજ લંડનના ડૉ. એન્ડ્રુ વેબ અને તેમની ટીમે આ માટે સ્વસ્થ લોકો પર એક પ્રયોગ કર્યો હતો:

સૌથી પહેલા તમામ લોકોને બીટરૂટના રસનો એક ડોઝ આપવામાં આવ્યો.

પછી તેમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. એક ગ્રુપને સુગરવાળી ચ્યુઇંગ ગમ (Hubba Bubba) અને બીજા ગ્રુપને સુગર-ફ્રી ચ્યુઇંગ ગમ (Wrigley's Extra) 3 થી 6 કલાક માટે ચાવવા આપવામાં આવી.

આ સમય દરમિયાન તેમના લોહી, લાળ અને બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી.

1 અઠવાડિયા પછી આ જ પ્રયોગ ફરીથી કરવામાં આવ્યો, પણ આ વખતે બંને ગ્રુપની ચ્યુઇંગ ગમ બદલી નાખવામાં આવી.

રિસર્ચનું શું પરિણામ આવ્યું?

આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, જે લોકોએ સુગરવાળી ગમ ચાવી હતી તેમના મોંમાં લાળની એસિડિટી વધી ગઈ હતી (pH સ્તર 1.4 પોઈન્ટ ઘટ્યું હતું).

આના કારણે તેમના મોંમાં નાઈટ્રાઈટનું પ્રમાણ 45 ટકા અને શરીરમાં 25 ટકા વધારે જોવા મળ્યું.

પરિણામે, તેમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર લગભગ 3 mmHg અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર 2 mmHg જેટલું ઘટી ગયું હતું.

આ પણ વાંચોઃ 7 દિવસ રોજ બીટનો રસ પીશો તો શું થશે? આ રહ્યા ફાયદા!

શું આ હાઈ બીપીની કાયમી સારવાર છે?

સંશોધકોએ સ્પષ્ટતા કરી છે કે આ રિસર્ચનો અર્થ એવો બિલકુલ નથી કે હાઈ બીપીના દર્દીઓએ હવે રોજ સુગરવાળી ચ્યુઇંગ ગમ ચાવવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ચ્યુઇંગ ગમની અસર માત્ર થોડા કલાકો પૂરતી જ રહે છે. ઉપરાંત, લાંબા સમય સુધી ખાંડવાળી ગમ ચાવવાથી દાંત ખરાબ થઈ શકે છે અને મેટાબોલિઝમ પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય રિસર્ચ અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. આને કોઈપણ તબીબી સલાહ કે સારવારનો વિકલ્પ ન ગણવો. કોઈપણ નવો પ્રયોગ કે આહારમાં ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી.

આ પણ વાંચોઃ દરરોજ 1 બીટ ખાશો તો શરીરમાં શું થશે? જાણો ગજબના ફાયદા!

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

શું સુગરવાળી ચ્યુઇંગ ગમ હાઈ બીપીનો કાયમી ઈલાજ છે?

ના, આ કાયમી સારવાર નથી. તેની અસર માત્ર થોડા કલાકો પૂરતી જ રહે છે. ઉપરાંત, તે દાંતને નુકસાન પહોંચાડી શકે છે અને મેટાબોલિઝમ પર પણ નકારાત્મક અસર કરી શકે છે.

ટોપ સ્ટોરી

શું તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ, જાણો શું છે સાચી રીત?
શું તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ, જાણો શું છે સાચી રીત?
રોજ ખાલી પેટ 2-3 ખજૂર ખાવાથી શરીરને થશે આ મોટા ફાયદા, જાણો 
રોજ ખાલી પેટ 2-3 ખજૂર ખાવાથી શરીરને થશે આ મોટા ફાયદા, જાણો 
ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
ચોપિંગ બોર્ડની એક્સપાયરી ડેટ શું હોય છે, જાણો ક્યારે બદલી નાખવું જોઈએ?
પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ
પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ
Embed widget