Non Gassy Vegetables: એસિડિટી અને ગેસની સમસ્યાને દૂર કરવા ડાયટને કરો ફેરફાર, આ 4 શાક અચૂક ખાવો
શું તમે ગેસ-એસીડીટીથી પરેશાન છો? જો આવું થતું હોય તો આજે અમે એવા 4 શાકભાજી વિશે જણાવીએ છીએ જેનાથી રાહત મળે છે, જેને રૂટીન ડાયટમાં સામેલ કરવાથી કોઇ સમસ્યા નહીં થાય.
Health Tips: શું તમે ગેસ-એસીડીટીથી પરેશાન છો? જો આવું થતું હોય તો આજે અમે એવા 4 શાકભાજી વિશે જણાવીએ છીએ જેનાથી રાહત મળે છે, જેને રૂટીન ડાયટમાં સામેલ કરવાથી કોઇ સમસ્યા નહીં થાય.
આજકાલ ભાગદોડ ભરેલી જિંદગી અને અનિયમિત આહાર શૈલીના કારણે દર ત્રીજો વ્યક્તિ પેટની બીમારીથી પરેશાન જોવા મળે છે. એસિડિટી અને પેટમાં ગેસ બનવાને કારણે લોકોને સૌથી વધુ સમસ્યા થાય છે. આ સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકોને સમજાતું નથી કે તેઓએ શું ખાવું જોઈએ જેથી તેઓ આ સમસ્યામાંથી કાયમ માટે છુટકારો મેળવી શકે. આજે અમે તમને ગેસની સમસ્યાને દૂર કરતી એવા 4 શાકભાજી વિશે જણાવીશું, જેનું સેવન કરવાથી તમને ફરી ક્યારેય ગેસ અને એસિડિટીની સમસ્યા નહીં થાય. ચાલો જાણીએ એ 4 શાકભાજી કઈ છે.
લીલા શાકભાજીનું સેવન ફાયદાકારક છે
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જો તમે ગેસ-એસિડિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છો, તો તમારા આહારમાં ગેસ ઉત્પન ન કરે એવા શાકભાજીનો સમાવેશ કરો. આ શાકભાજી પોષક તત્વોથી ભરપૂર છે. આ બંને સમસ્યાઓ તેના ઉપયોગથી દૂર થાય છે. આપ ભાજીને ડાયટમાં સામેલ કરો.
ખોરાકમાં દુધીનો સમાવેશ કરો
ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે તમારા આહારમાં દુધીનો સમાવેશ કરી શકો છો. આ બંને શાકભાજીમાં પાણી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેના કારણે તેનું સેવન કરવાથી પેટના રોગોમાં ઘણી રાહત મળે છે. આનાથી ન માત્ર ગેસ-એસીડીટીની સમસ્યાથી રાહત મળે છે પરંતુ અપચો અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.
કોળુંનું શાક એસિડિટી દૂર કરે છે
કોળુનું શાક ગેસ-એસીડીટીમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એટલા માટે તમે અઠવાડિયામાં એક કે બે વાર કોળુનુ શાક પણ ખાઈ શકો છો. આ શાકભાજીમાં રહેલા પોષક તત્વો પેટની અનેક સમસ્યાઓને દૂર કરવામાં રામબાણ ગણાય છે. કોળુ ખાવાથી ગેસ બનવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે.
સવારે લસણની કળી ખાવી
લસણને ગેસ-એસીડીટી નો દુશ્મન માનવામાં આવે છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો, તો સવારે નવશેકા પાણી સાથે લસણની 2 કળી ખાવાનું શરૂ કરો. આ ઘરગથ્થુ ઉપચારથી પેટમાં ઉત્પન્ન થતા ગેસમાં ઘણી રાહત મળે છે અને અપચો પણ દૂર થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )