Health Benefits: દૂધ સાથે ફરસાણ ખાવાથી આ કારણે સ્વાસ્થ્યને પહોંચે છે નુકસાન, જાણો શું કહે છે આયુર્વેદ
પ્રાચીન સમયથી દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા સંશોધનોમાં એ વાતની પુષ્ટિ પણ થઈ છે કે દૂધમાં શરીર માટેના જરૂરી ઘણા બધા પોષક તત્વો હોય છે. દૂધમાં મોજૂદ કેલ્શિયમ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આયુર્વેદ મુજબ હળદરને દૂધમાં મિકસ કરીને પીવાથી અનેક સિઝનલ રોગોથી છુટકારો મેળવી શકાય છે. જો કે આયુર્વૈદ નમકીન સાથે દૂધ લેવાની મનાઇ કરે છે શું છે કારણ જાણીએ
Health Benefits:પ્રાચીન સમયથી દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા સંશોધનોમાં એ વાતની પુષ્ટિ પણ થઈ છે કે દૂધમાં શરીર માટેના જરૂરી ઘણા બધા પોષક તત્વો હોય છે. દૂધમાં મોજૂદ કેલ્શિયમ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. આયુર્વેદ મુજબ હળદરને દૂધમાં મિકસ કરીને પીવાથી અનેક સિઝનલ રોગોથી છુટકારો મેળવી શકાય છે. જો કે આયુર્વૈદ નમકીન સાથે દૂધ લેવાની મનાઇ કરે છે શું છે કારણ જાણીએ
સામાન્ય રીતે લોકો દૂધના સેવન વિશે જાણતા નથી, લોકો ખારા પરોઠા સાથે દૂધનું સેવન પણ કરે છે. આ સિવાય કેટલાક લોકો દૂધ પીધા પછી નમકીન ખાઇ છે. મોટાભાગના કિસ્સાઓમાં, આપણે દૂધ સાથે કોઈપણ પ્રકારની વસ્તુઓનું સેવન કરીએ છીએ, તેથી આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે દૂધ સાથે કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને કઇ વસ્તુને અવોઇડ કરવી જોઇએ.. દૂધ સાથે તેનાથી વિરોધ આહારનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ચાલો જાણીએ દૂધનું સેવન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું-
નમકીન ન લેવું
આયુર્વેદમાં દૂધ અને મીઠાને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર મીઠું દૂધને ઝેરી બનાવે છે અને તે શરીરમાં ઓગળી જાય છે અને ચામડીના રોગોને જન્મ આપે છે. તેથી સ્પાઇસી, નમકીન વસ્તુઓ દૂધ સાથે અથવા રાત્રિભોજન કર્યા પછી તરત જ ન ખાવી જોઈએ. બીજી તરફ, જો આપ કંઇ નમકીન ફૂડ લેતા હો તો તો લગભગ 2 કલાક પછી દૂધનું સેવન કરો.
અડદની દાળ
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે અડદની દાળનું દૂધ સાથે સેવન કરવાથી બચવું જોઈએ, જો તેમાં મીઠું કે એસિડિક પદાર્થ ભળે તો દૂધ બિલકુલ ન પીવું જોઈએ. આ સિવાય ખાટી વસ્તુઓ કે ખાટા ફળ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ.
નોન વેજ સાથે દૂધ ન લેવું
માછલી ખાધા પછી દૂધનું સેવન કરનારાઓએ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આના કારણે ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા રહે છે. એ જ રીતે દહીં ખાધા પછી દૂધ પીવું વર્જિત માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર દહીં ખાધા પછી તરત જ દૂધનું સેવન કરવાથી પાચનક્રિયામાં ગડબડ થઈ શકે છે. શરીરને દૂધના પોષક તત્વો મળતા નથી.
રિસર્ચ મુજબ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. ખરેખર, દૂધમાં હાજર ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ સ્લીપ હોર્મોનનું સ્તર વધારવામાં મદદ કરે છે. આ હોર્મોન મનને શાંત કરવામાં અને ઊંઘ લાવવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં રહેલું પ્રોટીન, લેક્ટિયમ પણ કોર્ટિસોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે અને તણાવ અને બ્લડ પ્રેશર ઘટાડીને સ્નાયુઓને આરામ આપે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )