શોધખોળ કરો

ઈંડા Vs સોયાબીન... પ્રોટીનની બાબતમાં કોણ છે વધુ શક્તિશાળી? ખાતા પહેલા જાણીલો

Eggs vs Soybeans: પશ્ચિમ બંગાળમાં સરકારી શાળાઓના મિડ-ડે મીલ (મધ્યાહન ભોજન) ને લઈને એક મોટો વિવાદ અને ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમ બંગાળના મધ્યાહન ભોજનમાં ઈંડા-સોયાબીન બદલવાનો વિવાદ.
  • ઈંડા ઘણા પોષક તત્વો, સોયાબીન પૂર્ણ પ્રોટીન સ્ત્રોત ગણાય છે.
  • સોયાબીનમાં પ્રોટીન વધુ, પણ ઈંડા સરળતાથી પાચન થાય છે.
  • ઈંડામાં B12, કોલિન; સોયાબીનથી તેની ઉણપ પૂરી ન થાય.

Eggs vs Soybeans: પશ્ચિમ બંગાળમાં સરકારી શાળાઓના મિડ-ડે મીલ (મધ્યાહન ભોજન) ને લઈને એક મોટો વિવાદ અને ચર્ચા શરૂ થઈ ગઈ છે. સરકારે આ યોજના ચલાવવાની જવાબદારી ઇસ્કોન (ISKCON) સાથે જોડાયેલા અન્નમિત્ર ફાઉન્ડેશનને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો બાળકોની થાળીમાંથી ઈંડા હટાવીને તેની જગ્યાએ સોયાબીનમાંથી બનેલી વાનગીઓ આપવામાં આવે, તો શું બાળકોને પૂરતું પોષણ મળી રહેશે?

 

હાલમાં બંગાળમાં સરકારી સ્કૂલોના મધ્યાહન ભોજનમાં અઠવાડિયામાં એક દિવસ ઈંડું આપવામાં આવે છે. ઈંડું ઓછી કિંમતમાં સારી ગુણવત્તાવાળું પ્રોટિન પૂરું પાડે છે. તેની જગ્યાએ હવે સોયાબીન, પનીર કે રાજમા જેવા વિકલ્પોની ચર્ચા વચ્ચે એ જાણવું જરૂરી છે કે પ્રોટીનની બાબતમાં ઈંડા અને સોયાબીનમાંથી કયો વિકલ્પ વધુ શક્તિશાળી છે.

આ પણ વાંચો...Women Health: 35 ની ઉંમર પછી કેમ મહિલાઓના હાડકા નબળા પડવા લાગે છે? જાણો લક્ષણો અને ઉપાયો

સોયાબીનને કેમ માનવામાં આવે છે બેસ્ટ પ્રોટીન સોર્સ?

સોયાબીનને વનસ્પતિ (Plants) માંથી મળતા પ્રોટીનના સૌથી શ્રેષ્ઠ સ્ત્રોતોમાં ગણવામાં આવે છે. મોટાભાગના શાકાહારી પ્રોટીન ફૂડ્સની સરખામણીમાં સોયાબીનમાં શરીર માટે જરૂરી તમામ 9 એમિનો એસિડ જોવા મળે છે. આ જ કારણે તેને 'કમ્પ્લીટ પ્રોટીન' (Complete Protein) કહેવામાં આવે છે.

  • પ્રોટીનની માત્રા:  સૂકા સોયા ચંક્સમાં અંદાજે 52 ગ્રામ પ્રોટીન હોય છે. આ સિવાય તેમાં 13 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે અને ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

મિડ-ડે મીલમાં ઈંડાનું શું મહત્વ છે?

એક ઈંડું બાળકોને માત્ર પ્રોટીન જ નથી આપતું, પરંતુ ઘણા જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે, જેમાં પ્રોટીન, વિટામિન B12, વિટામિન D, કોલીન અને હેલ્ધી ફેટ સામેલ છે. આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોના ખોરાકમાં અવારનવાર આ પોષક તત્વોની ઉણપ જોવા મળે છે, તેથી ઈંડું તેમના માટે ખૂબ ઉપયોગી છે. વળી, ઈંડામાં રહેલું પ્રોટીન શરીર ખૂબ જ સરળતાથી પચાવી (Absorb) શકે છે.

ઈંડા, પનીર અને સોયાબીન: શેમાં કેટલું પ્રોટીન?

ન્યુટ્રિશન એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર:

  • 1 ઈંડું: અંદાજે 6 ગ્રામ પ્રોટીન

  • 50 ગ્રામ પનીર: અંદાજે 9 થી 10 ગ્રામ પ્રોટીન

  • 25 ગ્રામ સૂકા સોયા ચંક્સ: અંદાજે 13 ગ્રામ પ્રોટીન

જો માત્ર પ્રોટીનની માત્રા (Quantity) જોવામાં આવે તો સોયાબીન સૌથી આગળ છે, ત્યારબાદ પનીર અને પછી ઈંડું આવે છે. પરંતુ પ્રોટીનની ગુણવત્તા (Quality) એ વાત પર નિર્ભર કરે છે કે શરીર તેને કેટલી સરળતાથી પચાવી શકે છે. આ બાબતમાં ઈંડાનું પ્રોટીન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

પ્રોટીનની બાબતમાં વધારે તાકાતવર કોણ?

જો માત્ર પ્રોટીનની 'માત્રા'ની વાત કરીએ તો સોયા ચંક્સ ઈંડા કરતાં વધુ પ્રોટીન આપે છે, પરંતુ પ્રોટીનની 'ગુણવત્તા', પાચન ક્ષમતા અને ઓવરઓલ હેલ્થની દ્રષ્ટિએ ઈંડું આજે પણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સોયાબીન પ્રોટીનનો સારો સ્ત્રોત છે, પરંતુ ઈંડામાં રહેલા વિટામિન B12 અને કોલીન જેવા તત્વો સોયાબીનમાં નથી હોતા. તેથી જો ઈંડાની જગ્યાએ માત્ર સોયાબીન આપવામાં આવે, તો વિટામિનની ઉણપ પૂરી કરવા માટે ખોરાકમાં અન્ય વસ્તુઓ પણ ઉમેરવી પડશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળમાં મધ્યાહન ભોજનમાં શું બદલાવ આવી રહ્યો છે?

સરકારે મિડ-ડે મીલની જવાબદારી ઇસ્કોન સંલગ્ન અન્નમિત્ર ફાઉન્ડેશનને સોંપી છે. ઈંડાની જગ્યાએ સોયાબીન આપવાની ચર્ચા ચાલી રહી છે, જેનાથી બાળકોને પૂરતું પોષણ મળશે કે નહીં તે સવાલ ઊભો થયો છે.

બાળકોના મધ્યાહન ભોજનમાં ઈંડાનું શું મહત્વ છે?

ઈંડું બાળકોને પ્રોટીન, વિટામિન B12, વિટામિન D, કોલીન અને હેલ્ધી ફેટ જેવા ઘણા જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. તે સસ્તા ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન આપે છે જે શરીર સરળતાથી પચાવી શકે છે.

પ્રોટીનની બાબતમાં ઈંડા અને સોયાબીનમાંથી કયો વિકલ્પ વધુ શક્તિશાળી છે?

માત્રાની દ્રષ્ટિએ સોયા ચંક્સમાં ઈંડા કરતાં વધુ પ્રોટીન હોય છે. જોકે, પ્રોટીનની ગુણવત્તા અને પાચનક્ષમતા માટે ઈંડાને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સોયાબીનને શા માટે 'કમ્પ્લીટ પ્રોટીન' કહેવામાં આવે છે?

મોટાભાગના શાકાહારી પ્રોટીન સ્ત્રોતોથી વિપરીત, સોયાબીનમાં શરીર માટે જરૂરી તમામ 9 એમિનો એસિડ જોવા મળે છે. આ ગુણધર્મને કારણે તેને 'કમ્પ્લીટ પ્રોટીન' કહેવાય છે.

ટોપ સ્ટોરી

કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget