Health Care Tips: શિયાળામાં ઈમ્યૂનિટીને મજબૂત બનાવે છે મરી, જાણો તેના ચમત્કારી ફાયદા
Health Care Tips: મરીને ઈમ્યુનિટી બૂસ્ટર માનવામાં આવે છે. તે ઈન્ફેક્શનથી બચાવવામાં પણ મદદ કરે છે.
Benefits of Black Pepper: કોરોનાથી બચવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન થઈ રહ્યું છે. પરંતુ તેમ છતાં કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહિત ઈમ્યુનિટી બૂસ્ટ કરવાના ઉપાયો પણ સામેલ છે.શું તમે જાણો છો કે મરી ન માત્ર ઈમ્યુનિટી બૂસ્ટ કરે છે પણ ઈન્ફેક્શનથી બચાવામાં પણ મદદગાર છે.
મરીના ફાયદા
ઈમ્યૂનિટી વધારેઃ ઈમ્યૂનિટી કેટલી મજબૂત હોવી જોઈએ તે આજના સમયમાં દરેક જાણે છે. મરી ઈમ્યૂનિટી બૂસ્ટરનું કામ કરે છે. કોરોના કાળમાં મરી વાળા પાણીનો ઉકાળો પીવાની સલાહ આપવામાં આવે છે. તમે ઈચ્છો તો ગરમ પાણીમા મરીના ભૂક્કો નાંખીને પી શકો છો.
બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરેઃ બ્લ્ડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે પણ મરીનો ઉપયોગ થાય છે. મરીનું સેવન નિયમિત રીતે કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે.
શરદી-ઉધરસમાં અકસીરઃ શરદી, ઉધરસથી પીડાતા લોકો માટે મરી અકસીર છે. આયુર્વેદમાં પણ મરીનું સેવન લાભદાયી બતાવ્યું છે. મધમાં મરીનો પાવડર નાંખીને ચાટવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે.
દાતંના દુખાવમાં રાહત આપેઃ દાંતમાં દુખાવો થતો હોય તો મીઠું અને કાળા મરીનો પાઉડર સપ્રમાણમાં મિક્સ કરીને તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ જેવું બનાવી લો. પછી તેને દાંતમાં જ્યાં દુખાવો થતો હોય ત્યાં લગાવી લો. આમ કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.
માથાના દુખાવામાં લાભદાયીઃ હેડકી અથવા માથાના દુખાવામાં મરીના 3-4 દાણાને બાળી તેનો ધૂમાડો સૂંઘવાથી લાભ થાય છે. મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઊણપની સમસ્યા દૂર થાય છે. કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.
ડિસ્ક્લેમરઃ આ આર્ટિકલમાં બતાવવમાં આવેલી વિધિ, રીત તથા દાવાની એબીપી ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. તેને માત્ર સૂચનના રૂપમાં લો. કોઈપણ પ્રકારની સારવાર, દવા, ડાયટનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )