Instant Coffee Side effects : શું આપ પીવો છો ઇન્સ્ટન્ટ કોફી તો સાવધાન, જાણો તેના નુકસાન
ઇન્સ્ટન્ટ કોફીનું સેવન મોટાભાગના લોકો કરે છે. તેનાથી શરીર પર કેવી અસર થાય છે જાણીએ.
Instant Coffee Side effect :આજની ઝડપી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ઝડપથી બધું જ ઈચ્છે છે. જેમ કે- ઇન્સ્ટન્ટ ફૂડ-ઇન્સ્ટન્ટ કોફી, પરંતુ શું ઇન્સ્ટન્ટ ફૂડ અને કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? માર્કેટમાં ઈન્સ્ટન્ટ કોફીનો ટ્રેન્ડ વધ્યો છે. તેમાં એક કોફી પાવડર હોય છે. જેમાં દૂધ અને ખાંડ મિક્સ કરવામાં આવે છે. તમારે તેને માત્ર ગરમ પાણીમાં મિક્સ કરીને પીવું પડશે. કોફીના શોખીન લોકો ઈન્સ્ટન્ટ કોફીને ખૂબ પસંદ કરે છે. પરંતુ આજે આપણે જાણીશું કે તે શું ફાયદાકારક છે કે નહીં?
ઇન્સ્ટન્ટ કોફી સ્વાસ્થ્ય માટે સારી કે ખરાબ?
એક મર્યાદા સુધી કોફી પીવી એ ઠીક છે. કોફી પીવાથી ડિપ્રેશન, હ્રદયરોગ અને ટાઇપ 2 ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. ઇન્સ્ટન્ટ કોફીમાં ઘણી બધી ખાંડ હોય છે. તેનું વધુ પડતું પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઇન્સ્ટન્ટ કોફીમાં ખૂબ જ ચરબી હોય છે. જેના કારણે વજન વધી શકે છે. અને બ્લડ શુગર લેવલ પણ વધવા લાગે છે. જે લોકોને દૂધની એલર્જી હોય તેમણે ઈન્સ્ટન્ટ કોફી બિલકુલ ન પીવી જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
કોફીને બદલે આ હેલ્ધી ડ્રિંક ટ્રાય કરો
- કોફીને બદલે તમે હર્બલ ટી પણ પી શકો છો. જેમ કે - પેપરમિન્ટ ચા અથવા આદુની ચા. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે,
- તમે કોફીને બદલે ગ્રીન ટી પી શકો છો કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે.
- શિયાળામાં તમે કોફીની જગ્યાએ હળદરાળું દૂધ પણ પી શકો છો કારણ કે તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.
- તમે શિયાળામાં લીંબુ પાણી પણ પી શકો છો કારણ કે તેમાં વિટામિન સી હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને શિયાળામાં ખાસ તો શરદી જેવા કફજન્ય રોગોથી પણ બચાવે છે.
- કોફીની જગ્યાએ નારિયેળ પાણીનો પણ ઉપયોગ કરી શકાય છે. જે શરીરને લાંબા સમય સુધી હાઇડ્રેટ કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )