International Yoga Day 2022: યોગ કરવાથી થાય છે અદ્દભૂત ફાયદા, જાણો તેના વિશે
21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. દર વર્ષે આ દિવસે લોકો મોટી જગ્યાઓ પર ભેગા થાય છે અને સાથે યોગ કરે છે.
21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. દર વર્ષે આ દિવસે લોકો મોટી જગ્યાઓ પર ભેગા થાય છે અને સાથે યોગ કરે છે. યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
યોગ દરેક પ્રકારના દર્દને દૂર કરવામાં મદદ કરે છે. યોગની શ્વાસ અને સ્ટ્રેચિંગની પદ્ધતિ શરીરમાં અનેક પ્રકારના ઝેરીલા પદાર્થોનું યોગ્ય સંતુલન જાળવવાનું કામ કરે છે. જેમાં બ્લડ પણ સામેલ છે, જે સામાન્ય રીતે શરીરમાં જરૂરી પોષક તત્વ પહોંચાડવા અને ટૉક્સિનને હટાવવાનું કામ કરે છે.
શરીરના સાંધા, હાડકા અને સ્નાયુઓની બીમારીનો સામનો કરી રહેલા લોકો માટે યોગ મદદગાર સાબિત થઈ શકે છે.
હ્રદય અને રક્તવાહિની સબંધી બીમારીઓ સામાન્ય થઈ ગઈ છે. 30 વર્ષની વયે જ લોકો આ બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. જેના કારણે એટેકનું જોખમ ઘણું વધી ગયું છે. યોગ એવો વ્યાયામ છે, જે કાર્ડિયો સ્વાસ્થ્યને સુધારવા માટે ચમત્કારિક અસર દેખાડે છે. શ્વસન પ્રક્રિયાને નિયંત્રિત કરીને યોગ આપણા ધબકારને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. યોગથી આપણા શરીરમાં વધુ પ્રમાણમાં ઓક્સીજન પહોંચે છે, જેનાથી હ્રદય સ્વસ્થ રહે છે.
યોગ તમારૂ વજન નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. યોગ દ્વારા શરીરમાં પૌષ્ટિક તત્વોનો યોગ્ય પ્રમાણમાં વિસ્તાર થાય છે.
યોગ અને ધ્યાનથી તમારૂં મન શાંત થાય છે અને તમારી કાર્યક્ષમતા વધે છે. જેનાથી તમે તમારી રોજિંદા કામોને વધારે ઉમદા તરીકે પૂર્ણ કરી શકો છો.
વજન નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. યોગ દ્વારા શરીરમાં પૌષ્ટિક તત્વોનો યોગ્ય પ્રમાણમાં વિસ્તાર થાય છે. જેના પગલે આપણો મેટાબૉલિક રેટ સુધરે છે. યોગથી તમે વધારે કેલેરી ખર્ચ કરો છે. જેનાથી તમારૂ વજન ઓછુ થાય છે અને ત્વચા પર ચમક આવે છે.
યોગ અને શ્વાસની ટેકનિકની મદદથી તમે શરીરમાં બ્લડ સર્ક્યૂલેશનને વધારે ઉમદા બનાવી શકો છો. બ્લડ સર્ક્યૂલેશન સારૂ હશે, તો તમારા શરીરના અંગોને ઓક્સીજન પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં થાય.
21મી જૂન 2022ના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉર્જા સાથે ઉજવવામાં આવશે. કોવિડ-19 મહામારી જેવા કપરા સમયમાં યોગથી લોકોને ઊર્જાવાન રહેવા અને મજબૂત રોગપ્રતિકારક શક્તિને ટકાવી રાખવામાં મદદ મળી છે. આયુષ મંત્રાલય 15મી ઓગસ્ટ પાર્ક, લાલ કિલ્લા (લાલ કિલ્લા) પર સામાન્ય યોગની નવીનતાઓને પ્રદર્શિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )