શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
ચહેરાની ત્વચાને ટાઇટ અને ટોન રાખવા માટે નિયમિત કરો આ ત્રણ યોગાસન, આસનની યોગ્ય રીત સમજી લો
ક્યારેક ચહેરાના સ્નાયુઓ ઢીલા થવા લાગે છે. તો આવી સ્થિતિમાં કેટલાક યોગાસનોથી તેને ઠીક કરી શકાય છે.
Face yoga:ક્યારેક ચહેરાના સ્નાયુઓ ઢીલા થવા લાગે છે. તો આવી સ્થિતિમાં કેટલાક યોગાસનોથી તેને ઠીક કરી શકાય છે.
ઘણી વખત આપના સ્કિન ગ્લોઇંગ હોય છે પરંતુ ઉંમરની સાથે ત્વચા ઢીલી થઈ જાય છે અને ત્વચા પર ઝીણી રેખાઓ દેખાય છે. આ સિવાય તમારી આંખોની આસપાસ કરચલીઓ થવા લાગે છે. જે આપની સુંદરતામાં બાધક બને છે. વધતી ઉંમરે આ લક્ષણો સામાન્ય છે પરંતુ યોગાસનથી તેની અસરને ઓછી ચોકક્સ કરી શકાય છે.
માથા પર લકીર પડી હોય તો કરો આ આસન
સામાન્ય રીતે અયોગ્ય આહારશૈલીના કારણે આ સમસ્યા થાય છે. જો કે તેને ફેસ યોગથી દૂર રાખી શકાય છે. આ માટે આ દિવસમાં પાંચ મિનિટ આ ફેસ યોગા કરવાની જરૂર છે.
ફેસ યોગની રીત
- બંને હાથની આંગણીઓને હેરલાઇન અને આઇબ્રોની વચ્ચે સેટ કરો.
- હવે આંગણીઓથી હળવું દબાણ કપાળ પર આપો અને સર્કલ બનાવતો ગોળ આંગળીને ફેરવો.
- તર્જની અને મધ્યમા આંગણીનો ઉપયોગ આઇબ્રોના સૌથી અંદરના ખૂણા પર કરો.
- દબાણ આપતાં આંગણીઓને થોડી ફેલાવતા આરામ કરવાની કોશિશ કરો.
- આ સમય દરમિયાન આંખો બંધ રાખો અને આરામ કરો કરો
ગરદન માટે યોગ
- આંખોની ત્વચાને ટાઈટ બનાવવા માટે આઈબ્રોના અંદરના ખૂણા પર વચ્ચેની બંને આંગળીઓને એકસાથે દબાવો.
- પછી તર્જની વડે આઈબ્રોના બહારના ખૂણે દબાણ કરો.
- આ દરમિયાન આંખોની નીચેની ત્વચાને ઉપરની તરફ ઉઠાવવાનો પ્રયાસ કરો.
- આ સ્ટેપ ઓછામાં ઓછા 6 વખત કરવાનો પ્રયાસ કરો.
- આ દરમિયાન તમારી આંખો બંધ રાખો અને હળવા મૂડમાં રહો.
- ગરદનની ત્વચાને આ રીતે રાખો ટાઇટ
- ગરદન અને જોઇલાઇનની ત્વચાને ટાઇટ રાખવા માટે આ જગ્યા પર નિયમિત મસાજ કરો.
- જોલાઇને ડાબી બાજુ ધીરે ધીરે લઇ જાવ અને ઉપરથી નીચે વાળો અને નીચેથી ઉપર લઇ જાવ,
- જાલાઇન પર અંગૂઠાને રાખો અને તેને દબાણ આપતા કાન સુધી લઇ જાવ
- આ ફેસ યોગ નિયમિત કરવાથી સ્કિન ટાઇટ અને ટોન રહે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion