શોધખોળ કરો

Health Tips: શું તમારે પાણી પીતા જ પેશાબ જવું પડે છે, નિષ્ણાત પાસેથી જાણો આ સામાન્ય છે કે કોઈ રોગની નિશાની?

How To Control Bladder: ક્યારેક પાણી પીતા જ આપણને પેશાબ કરવાની ઈચ્છા થાય છે. જો આવું એક કે બે વાર થાય છે, તો તેને સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો આ પરિસ્થિતિ વારંવાર થાય છે, તો તમારે સાવધ રહેવું જોઈએ.

Frequent Urination Causes:  માની લો કે તમે ઓફિસમાં છો અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો. આ દરમિયાન તમે અડધો કે એક ગ્લાસ પાણી પીધું અને હજુ તો 15 મિનિટ પણ નથી થઈ ત્યાં તમારે દોડીને પેશાબ માટે જવું પડ્યું. એક-બે વાર આવું થાય તો સમજાય, પણ જો તમારી સાથે આવું વારંવાર થઈ રહ્યું હોય, તો મનમાં સવાલ થવો સ્વાભાવિક છે કે આવું કેમ થઈ રહ્યું છે? જો તમારી સાથે પણ આવી સ્થિતિ બની રહી હોય તો ગભરાશો નહીં. ચાલો, અમે તમને જણાવીએ કે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારે શું કરવાની જરૂર છે અને તેના પર નિષ્ણાતો શું કહે છે.

શું હોઈ શકે છે કારણો?

દેવઘર સ્થિત મધુમેહ ક્લિનિકના યુરોલોજિસ્ટ ડૉ. પ્રભાત કુમારે જણાવ્યું હતું કે, વારંવાર પેશાબ આવવાનું એક સામાન્ય કારણ 'ઓવરએક્ટિવ બ્લેડર' હોઈ શકે છે. આમાં બ્લેડરના સ્નાયુઓ જરૂર કરતાં વધુ સંકોચવા લાગે છે, જેના કારણે બ્લેડર ભરાયેલું ન હોય તો પણ પેશાબ કરવાની તીવ્ર ઈચ્છા થાય છે. આ ઉપરાંત યુરિન ઈન્ફેક્શન, ચા-કોફી કે આલ્કોહોલથી થતી બળતરા, અનિયંત્રિત બ્લડ શુગર, તણાવને કારણે બ્લેડરની સંવેદનશીલતા વધવી અથવા બહુ ઓછા સમયમાં વધુ પાણી પી લેવું પણ કારણ હોઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ એકસાથે ઘણું પાણી પી લે છે, ત્યારે કિડની ઝડપથી વધારાના પાણીને ફિલ્ટર કરવા લાગે છે, જેના કારણે પેશાબ વારંવાર આવે છે. દિવસ દરમિયાન થોડા-થોડા અંતરે પાણી પીવાથી આ સમસ્યા અવારનવાર ઓછી થઈ જાય છે.

ક્યારે હોઈ શકે છે જોખમનો સંકેત?

જો વારંવાર પેશાબ આવવાની સાથે બળતરા, દુખાવો, પેશાબમાં લોહી પડવું, પેટના નીચેના ભાગમાં તકલીફ, તાવ, અચાનક પેશાબ લાગવો અથવા રાત્રે વારંવાર ઉઠીને ટોયલેટ જવું પડતું હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ લક્ષણો ઈન્ફેક્શન, બ્લેડરમાં સોજો, પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યા અથવા ડાયાબિટીસ જેવી મેટાબોલિક બીમારીઓ તરફ ઈશારો કરી શકે છે. આ સિવાય ઉંમર વધવાની સાથે બ્લેડરની ક્ષમતા અને નિયંત્રણમાં ફેરફાર આવી શકે છે. વળી, તણાવ અને ચિંતા પણ બ્લેડરને વધુ સંવેદનશીલ બનાવે છે, જેના કારણે ઓછો પેશાબ બન્યો હોય તો પણ વારંવાર પેશાબ કરવાની તીવ્ર ઈચ્છા અનુભવાય છે.

રાહત મેળવવા માટે શું કરવું?

સૌ પ્રથમ એ જુઓ કે તમે કેટલું અને કેટલી ઝડપથી પાણી પી રહ્યા છો. ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ જેવા બ્લેડરને પરેશાન કરતા પીણાં ઓછા કરો. નિયત સમયે પેશાબ કરવાની આદત પાડો અને "જસ્ટ ઈન કેસ" (ખાલી એમ જ) ટોયલેટ જવાનું ટાળો. પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ (Pelvic floor exercise) પણ બ્લેડર કંટ્રોલ સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.

Disclaimer- સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
EPFO New Rules: કર્મચારીઓ માટે મોટી રાહત, હવે 55 વર્ષ અગાઉ ઉપાડી શકાશે પીએફના 90 ટકા પૈસા
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
Vadodara News: વડોદરાના પંડ્યા બ્રિજ પર હિટ એન્ડ રન, ડમ્પરની ટક્કરે દંપતીનું કરુણ મોત
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
વાવાઝોડું અકવાનના કારણે 10 રાજ્યોમાં એલર્ટ, 23 ટ્રેનનો બદલાયો સમય, 110KMની ઝડપે ફૂંકાશે પવન
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
Embed widget