શોધખોળ કરો

Oily Nose: નાક પર ઓઈલની સમસ્યાથી પરેશાન છો,  અપનાવો આ ટિપ્સ

સામાન્ય રીતે ઘણા લોકોને ઓઈલી નાકની સમસ્યાનો સામનો કરે છે.  અથવા તો લોકો કોમ્બિનેશન સ્કિન અને ઓઈલી નાકની સમસ્યાથી ઝઝૂમતા જોઈએ છીએ.

Oily Nose : સામાન્ય રીતે ઘણા લોકોને ઓઈલી નાકની સમસ્યાનો સામનો કરે છે.  અથવા તો લોકો કોમ્બિનેશન સ્કિન અને ઓઈલી નાકની સમસ્યાથી ઝઝૂમતા જોઈએ છીએ. ખાસ કરીને સ્ત્રીઓમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે. ચમકદાર અને ઓઈલી નાક એક એવી સમસ્યા છે જેને હવામાન સાથે કોઈ લેવાદેવા નથી. શિયાળો હોય, ઉનાળો હોય કે વરસાદ દરેક ઋતુમાં ઓઈલી નાકની સમસ્યાથી પીડિત લોકો પરેશાન રહે છે. તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરતા જોવા મળે છે. પરંતુ ઓઈલી નાકથી છુટકારો મેળવવા માટે અન્ય ઘણા રસ્તાઓ છે. આ માટે, તમારે પહેલા તમારી ત્વચાને સમજવી જોઈએ અને યોગ્ય ત્વચાને અનુરુપ પ્રોડક્ટ પસંદ કરવી જોઈએ.

ઓઈલી નાકથી છુટકારો મેળવવાની કેટલીક ટિપ્સ-

1. યોગ્ય ફેસવોશ પસંદ કરો

ત્વચા સંભાળ માટે યોગ્ય ઉત્પાદનો પસંદ કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તે તમારા નાક પર એકઠા થયેલા વધારાના ઓઈલને દૂર કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી ફેસ વોશ આના માટે સારું માનવામાં આવે છે કારણ કે તે એન્ટીઓક્સીડેન્ટ્સનો ઉત્તમ સ્ત્રોત છે.

2. મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં

જો તમારું નાક ઓઈલી હોય તો પણ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ જરૂરી છે. તમે વિચારી શકો છો કે તમને તેની જરૂર નથી, પરંતુ મોઇશ્ચરાઇઝર ન લગાવવાથી શુષ્કતા આવશે. ઓઈલી નાક માટે તમે જેલ આધારિત મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો.

3. સનસ્ક્રીનનો ઉપયોગ કરો

આપણે બધાએ યુવી કિરણોની હાનિકારક અસરો વિશે સાંભળ્યું છે, તેથી સનસ્ક્રીનને તમારો કાયમી સાથી બનાવો. તમારા નાકને ઓછું ઓઈલી બનાવવા માટે, મેટિફાઇંગ સનસ્ક્રીન લગાવો.

4. પુષ્કળ પાણી પીવો

હાઈડ્રેટેડ રહેવું સ્વાસ્થ્ય માટે સારું છે અને હવે જ્યારે ત્વચાની વાત આવે છે, તો તમારે તેને છોડવું જોઈએ નહીં. આ ફક્ત તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

5. તમારા ચહેરાને વધારે સાફ ન કરો

એકવાર ઘરે પાછા ફર્યા પછી તમારા ચહેરા પરથી બધી ગંદકી દૂર કરવી સારી છે, પરંતુ વારંવાર આવું કરવું યોગ્ય નથી. તમારા ચહેરાને વધુ પડતા સાફ કરવાથી તમારી ત્વચાની એક પરખ જતી રહે છે. તમારે તમારા ચહેરાને યોગ્ય રીતે કેવી રીતે સાફ કરવું તે જાણવું જોઈએ.

6. ખાવા-પીવામાં ધ્યાન રાખો

આલ્કોહોલ અને કેફીનયુક્ત પીણાંના ઉપયોગને મર્યાદિત કરો કારણ કે તે શુષ્કતાનું કારણ બની શકે છે, જેના કારણે સેબેસીયસ ગ્રંથિ વધુ ઓઈલ ઉત્પન્ન કરે છે.

7. ઘરેલું ઉપચાર અજમાવો

ઘરેલું ઉપચાર ક્યારેય નિષ્ફળ જતા નથી. આવી સ્થિતિમાં તમારે મધને અપનાવવું જોઈએ. તેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી રાત્રે તમારા નાક પર મધ લગાવો અને હળવા હાથે મસાજ કરો, પછી તેને નાક પર 10 થી 15 મિનિટ સુધી રહેવા દો અને તેને ધોઈ લો.

8. ચંદનનો ઉપયોગ કરો

ઓઈલી નાક માટેનો બીજો એક ઘરેલું ઉપાય જે તમે અજમાવી શકો છો તે છે ચંદન. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ચંદન પણ વધુ પડતા ઓઈલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, તેથી તમે ચંદનની પેસ્ટ બનાવી શકો છો. તેને દૂધ અથવા પાણીમાં મિક્સ કરીને નાક પર લગાવો. તેને તમારા નાક પર 15 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. 

Disclaimer: લેખમાં આપવામાં આવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેનો અર્થ વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન કરવો જોઈએ. જો તમને કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો તરત જ તમારા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
1.27 લાખ રૂપિયામાં ક્રૂઝ કંટ્રોલવાળી બાઈક, Hero એ રાઈડર્સને આપી મોટી સરપ્રાઈઝ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
Embed widget