શોધખોળ કરો

Weigh lossTips: બેલી ફેટને ઓછું કરવામાં કારગર છે આ ડિટોક્સ ડ્રિન્ક, આ રીતે કરો તૈયાર

અનિયમિત જીવનશૈલી અને આહારશૈલીના કારણે મેદસ્વિતા હવે સામાન્ય રીતે મોટા ભાગના લોકોમાં જોવા મળતી સમસ્યા છે. મેદસ્વીતાથી મુક્તિ મેળવવા માટે જિમ, વોકિંગ અને ડાયટિંગ સહિતના અનેક ઉપાય લોકો કરે છે.

Weigh lossTips: અનિયમિત જીવનશૈલી અને આહારશૈલીના કારણે મેદસ્વિતા હવે સામાન્ય રીતે મોટા ભાગના લોકોમાં જોવા મળતી સમસ્યા છે. મેદસ્વીતાથી મુક્તિ મેળવવા માટે જિમ, વોકિંગ અને ડાયટિંગ સહિતના અનેક ઉપાય લોકો કરે છે. જો કે ઘણી વખત લાખ કોશિશ થતાં મેદસ્વીતાથી છૂટકારો નથી મળતો, મેદસ્વીતાથી પીડિત લોકો માટે આ ઘરેલુ નુસખો ખૂબ જ કારગર છે.

મેદસ્વીતાથી પીડિત લોકો માટે જીરાનું પાણી એક ઉત્તમ અને સરળ સસ્તો ઘરેલુ ઉપાય છે. એક અધ્યયનમાં જોવા મળ્યું કે, 78 મેદસ્વી લોકોને 2 મહિના માટે દિવસમાં ત્રણ વખત જીરાનું પાણી આપવામાં આવ્યું, આ અધ્યયનના તારણમાં જોવા મળ્યું કે,  78 લોકોના પેટના આકારને ફ્લેટ કરવામાં અને ઇન્સુલિન  સંવેદનશીલતામાં સુધાર કરવામાં આ ઉપાય ખૂબ જ કારગર છે.

આયુર્વૈદ મુજબ જીરામાં ડાયાબિટિસ મારક ગુણ જોવા મળે છે. જીરા પાણી શુગર લેવલને નિયંત્રિત રાખવાનું કામ કરે છે. ડાયાબિટીશના દર્દીમાં જીરા પાણીનું સેવન ફાયદાકારક છે. જીરા પાણી શરીરને ઇન્સુલિન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે અને રક્ત શર્કરાનું સ્તરને ઓછું કરવામાં ખૂબ જ ફાયદા કારક છે.

જીરામાં એવા યોગિક શક્તિશાળી ગુણો છે કે, જે શરીરને ફ્રીરેડિકલ્સથી સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે પ્રાકૃતિક રીતે  લિવરના ડિટોક્સીફિકેશને સપોર્ટ કરવાની સાથે અપશિષ્ટને પણ શરીરમાંથી બહાર કાઢવામાં સહાયક છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.

જીરામાં એન્ટીએસેડિક રસાયણ હોય છે. જે ઇરેટેબલ  બાઉલ સિન્ડ્રોમની સમસ્યાથી બચાવે છે. ઉપરાંત જીરા પાણીના સેવનથી અપચો, પેટ ફુલી જવું જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. તે આંતરડા માટે પણ હિતકારી છે.

જીરા પાણી બનાવવાની રીત
રાત્રે 2 ચમચી જીરૂ પાણીમાં પલાળી દો. સવારે આ જીરાના પાણીમાં ઉકાળી લો અને તેનું પાણી ગાળીને  સવારે ભૂખ્યા પેટે પી જાઓ. બાકી રહેલું પલાળેલું જીરૂ ચાવી જાવ. આવું કરવાથી શરીરની ફેટ બર્ન થશે અને પેટ પર જામેલી ચરબી પણ ઉતરતી જશે. જીરા પાણી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે જેના કારણ હાર્ટ અટેકનો ખતરો પણ ટળે છે. 

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget