લગ્નમાં દુલ્હનને આ કારણે લગાવવામાં આવે છે મહેંદી, તેની પાછળનું છે આ એક વૈજ્ઞાનિક કારણ
ભારત વિવિધ સંસ્કૃતિથી સભર દેશ છે. તેથી અહીં ધાર્મિક વિધિઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. હાલ દેશભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે, જેને દરેક લોકો ખૂબ એન્જોય કરી રહ્યાં છે. હિંદુ હોય કે મુસ્લિમ, તમામ ધર્મોમાં મહેંદી લગાવવાની ઘણી પ્રથા છે
ભારત વિવિધ સંસ્કૃતિથી સભર દેશ છે. તેથી અહીં ધાર્મિક વિધિઓમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. હાલ દેશભરમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે, જેને દરેક લોકો ખૂબ એન્જોય કરી રહ્યાં છે. હિંદુ હોય કે મુસ્લિમ, તમામ ધર્મોમાં મહેંદી લગાવવાની ઘણી પ્રથા છે. લગ્નોમાં, વર અને કન્યાના હાથ પર મહેંદી લગાવવાની વિધિ કરવામાં આવે છે.
આટલું જ નહીં, મહિલાઓ ધાર્મિક તહેવારો પર પણ મહેંદી લગાવે છે. લગ્નમાં વર-કન્યાના હાથમાં મહેંદી લગાવવા પાછળ પણ વૈજ્ઞાનિક કારણો માનવામાં આવે છે, તો આજે અમે તમને આવા જ કેટલાક વૈજ્ઞાનિક કારણો વિશે જણાવીશું.
વૈજ્ઞાનિકોના મતે લગ્ન સમયે વર અને વધુ થોડા નર્વસ હોયછે. જ્યારે હાથ-પગ પર મહેંદી લગાવવામાં આવે છે, ત્યારે તે ઠંડક આપે છે અને મનને શાંત કરે છે. આનાથી શરીરનું તાપમાન ઓછું થાય છે અને વર-કન્યાની ગભરાટ ઘટાડો કરવામાં તે મદદ કરે છે.
શું છે કારણ
આ સિવાય મહેંદી લગાવવા પાછળ અન્ય ઘણા કારણો છે જેમ કે મહેંદીને પ્રેમની નિશાની પણ કહેવામાં આવે છે. લગ્નોમાં મહેંદી લગાવતી વખતે ઘણીવાર જોવા મળે છે કે, હાથ પર તેનો ખૂબ જ ઘાટો રંગ આવે છે. જેમાં એવું માનવામાં આવે છે કે જો મહેંદીનો રંગ ઘાટો હોય તો તમારો પાર્ટનર તમને ખૂબ પ્રેમ કરે છે.
આ સિવાય મહેંદીથી દુલ્હનની સુંદરતામાં પણ વધારો થાય છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મહેંદીનો ઉપયોગ લગભગ તમામ ધર્મોમાં થાય છે. ભારતમાં તેમજ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મહેંદી બનાવવાની પ્રથા છે. હાથ સિવાય વાળમાં પણ મહેંદી લગાવવામાં આવે છે.