Man Ki Bat: ‘મન કી બાત ’ 118માં એપિસોડમાં વડાપ્રધાન મોદીનું સંબોધન | Abp Asmita
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષના પહેલા મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યુ છે. આ મન કી બાતનો 118મો એપિસોડ છે. વાસ્તવમાં, મન કી બાતનો કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે યોજાય છે પરંતુ આ વર્ષે પ્રજાસત્તાક દિવસ છેલ્લા રવિવારે હોવાથી, મન કી બાતનો કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ મહાકુંભના આયોજનને ઐતિહાસિક ગણાવ્યું અને સ્પેસ ડોકીંગમાં સફળતા મેળવવા બદલ ઈસરોને અભિનંદન આપ્યા છે.
મન કી બાતમાં પીએમ મોદીએ ગણતંત્ર દિવસની 75મી વર્ષગાંઠનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું, “આ વખતનો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ખાસ છે.’ આ ભારતીય પ્રજાસત્તાકની 75મી વર્ષગાંઠ છે. આ વર્ષે બંધારણના અમલીકરણની 75મી વર્ષગાંઠ છે. હું બંધારણ સભાના તે તમામ હસ્તીઓને નમન કરું છું જેમણે આપણને આપણું પવિત્ર બંધારણ આપ્યું.”















