CR Patil : કાપડ ઉદ્યોગમાં વારંવાર થતા ઉઠમણાને લઈ સી.આર પાટીલે ઉદ્યોગપતિઓને આપી ચેતવણી સાથેની સલાહ
કાપડ ઉદ્યોગમાં વારંવાર થતા ઉઠમણાને લઈ સી.આર પાટીલે ઉદ્યોગપતિઓને આપી ચેતવણી સાથેની સલાહ. કપડાના સોદા રોકડમાં જ કરવાનો નિર્ણય કરવા ફોસ્ટાને પાટીલે કર્યાં સતર્ક..
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં વારંવાર થતા ઉઠમણા લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ચેતવણી સાથેની સલાહ આપી. ફેડરેશન ઓફ ટેક્સટાઈલ એસોસિએશનને સતર્ક કરતા સી.આર.પાટીલે કહ્યું કે ઉધારમાં કોઈને પણ કાપડનો માલ નહીં આપે તેવું ફોસ્ટા નક્કી કરે. એટલુ જ નહીં..જે વેપારીને કાપડની જરૂર છે તે લેશે જ. એટલે રોકડામાં જ કાપડનો માલ આપો. પછી જુઓ ટેક્સટાઈલ ઉદ્યોગને ચાર ચાંદ લાગી જશે. ટેક્સટાઈલ ઉદ્યોગ બહુ જ આગળ વધશે. કાપડ ઉદ્યોગમાં કેટલાક લેભાગુ થોડા વધુ રૂપિયા આપવાની લાલચ આપીને કાપડનો મોટો જથ્થો ખરીદતા હોય છે....અને લાલચમાં આવીને વેપારીઓ કાપડને ઉધારે વેચી દેતા હોય છે.. અને આખરે તેઓ ઠગાઈનો શિકાર બને છે. જેથી કાપડનો સોદો રોકડમાં જ કરવાનો નિર્ણય કરવા ફોસ્ટાને સી.આર.પાટીલે સલાહ આપી.




















