Mahashivratri 2021 Puja Mantra: મહાશિવરાત્રિ પર ભગવાન શિવને કરો આ મંત્રોથી પ્રસન્ન, ગ્રહોનો દોષ થશે દૂર
Mahashivratri 2021 Puja Mantra: પંચાગ અનુસાર ચાલુ વર્ષે મહાશિવરાત્રિ પર વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે અને શિવ યોગ બની રહ્યો છે.
Mahashivratri 2021Mantra: મહાશિવરાત્રિનું પર્વ ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન શિવની સાથે શિવ પરિવારની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની મુલાકાત થઈ હોવાનું માનવામાં આવે છે. મહાશિવરાત્રિ પર કરવામાં આવતી પૂજા અનેક પ્રકારના વિઘ્નથી મુક્તિ આપે છે. ઉપરાંત ગ્રહોના દોષને દૂર કરવામાં પણ સહાયક માનવામાં આવી છે.
મહાશિવરાત્રિ પર આ ગ્રહોને કરો શાંત
મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી શનિ, રાહુ, મંગળ અને ચંદ્રને વિશેષ શાંતિ થાય છે. તેની સાથે અન્ય ગ્રહોના દોષ પણ દૂર થાય છે.
ક્યારે છે મહાશિવરાત્રિ
પંચાગ અનુસાર ચાલુ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ 11 માર્ચ, 2021ના રોજ આવે છે. મહા વદ 14ના રોજ આ પર્વ મનાવવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો મુજબ ભગવાન શિવે જ ધરતી પર સૌથી પહેલા જીવનના પ્રચાર-પ્રયાસનો પ્રયત્ન કર્યો હતો. તેથી ભગવાન શિવને આદિદેવ પણ કહેવાય છે.
બની રહ્યો છે વિશેષ યોગ
પંચાગ અનુસાર ચાલુ વર્ષે મહાશિવરાત્રિ પર વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર રહેશે અને શિવ યોગ બની રહ્યો . આ દિવસે ચંદ્ર મકર રાશિમાં રહેશે. આ દિવેસ વિધિ પૂર્વક આરાધના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
મહાશિવરાત્રિ પર આ મંત્રોનો કરો જાપ
મહામૃત્યુંજય મંત્ર
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥
ભગવાન શિવનો મૂળ મંત્ર
ऊँ नम: शिवाय
રુદ્ર ગાયત્રી મંત્ર
ॐ तत्पुरुषाय विदमहे, महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात्।।
મહામૃત્યુંજય ગાયત્રી મંત્ર
ॐ हौं जूं स: ॐ भूर्भुव: स्व: ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् ॐ स्व: भुव: ॐ स: जूं हौं ॐ ॥