Skin Care Tips: દરેક સ્કિન ટાઇપ માટે ખૂબ જ ફાયદાકારક છે એપ્પલ ફેસ માસ્ક, જાણો બનાવાની રીત
શિયાળાની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે. આવી સ્થિતિમાં, આપ એપલ ફેસ પેકની મદદથી આ કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો
Skin Care Tips:શિયાળાની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે. આવી સ્થિતિમાં, આપ એપલ ફેસ પેકની મદદથી આ કામ ખૂબ જ સરળતાથી કરી શકો છો. આપની ત્વચાના પ્રકાર અનુસાર ફેસ પેક બનાવો અને તેને લગાવો. એપલ ફેસ પેક માત્ર સામાન્ય જ નથી પણ શુષ્ક, તૈલી અને સંવેદનશીલ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો આપ શિયાળાની ઋતુમાં પિમ્પલ, ખીલ જેવી સમસ્યાને દૂર કરવા માંગતા હો તો આપ ફેસ પેક બેસ્ટ ઓપ્શન છે.
ડ્રાય સ્કિન માટે
જો ત્વચા શુષ્ક છે, તો શુષ્ક ત્વચા માટે એપલ ફેસ પેક બનાવવા માટે, સૌ પ્રથમ, એક સફરજન લો અને તેને સારી રીતે ધોઈ લો. આ પછી તેને કાપીને મિક્સરમાં પીસી લો. આ પેસ્ટમાં અડધી ચમચી ગ્લિસરીન, એક ચમચી ગુલાબજળ ઉમેરો. આને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પછી, તેને ચહેરા અને ગરદન પર હળવા હાથે લગાવો. તેને 20 મિનિટ માટે રહેવા દો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો. આ ફેસ પેકથી ત્વચાની શુષ્કતાથી છુટકારો મેળવી શકશો.
સેન્સેટિવ સ્કિન માટે
જો આપની ત્વચા સંવેદનશીલ હોય તો એપલ ફેસ પેક બનાવવા માટે, સૌથી પહેલા સફરજનને પાણીમાં ઉકાળો. ત્યાર બાદ તેની છાલ ઉતારીને અલગ કરી લો. તેને મેશ કરો અને સફરજનની પેસ્ટ તૈયાર કરો. પછી તેમાં અડધી ચમચી ક્રીમ અને ગુલાબજળ મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો.
ઓઇલી સ્કિન માટે
ઓઇલી સ્કિન માટે એપલ ફેસ માસ્ક પેક બનાવવા માટે સૌથી પહેલા સફજનને પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં દહીં, લીંબુનો રસ મિક્સ કરો, આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 20 મિનિટ બાદ ફેસ વોશ કરી લો. ગ્લોઇંગ સ્કિન અને નિખાર માટે બેસ્ટ ફેસ પેક છે.