Video: બંદૂક બતાવી બદમશો લૂટી રહ્યા હતા પૈસા, ત્યારે ગર્લફ્રેન્ડને મૂકીને ભાગી ગયો બોયફ્રેન્ડ
Viral Video: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બાઇક સવાર બદમાશોએ ગન પોઇન્ટ પર મહિલાને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન તેનો સાથી મદદ કરવાને બદલે ફરાર થઈ જાય છે.
Shocking Viral Video: સોશિયલ મીડિયા પર ઘણીવાર આપણે આવા વીડિયો જોતા હોઈએ છીએ. જેને જોઈને ખૂબ જ નવાઈ લાગે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ રાત્રે રસ્તા પર ચાલતા જોવા મળે છે. જેને કેટલાક લૂંટારુઓ લૂંટવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે કંઈક એવું બને છે કે દરેકની આંખો પહોળી થઈ જાય છે. આ વાયરલ વીડિયોમાં બોયફ્રેન્ડ ડરીને ગર્લફ્રેન્ડને મૂકીને ભાગતો જોવા મળી રહ્યો છે.
OMG left her to die!
— The Figen (@TheFigen_) April 19, 2023
He can't be a man! He's a jerk! pic.twitter.com/OzSy2ag9DI
ગર્લફ્રેન્ડને મુસીબતમાં મૂકીને ભાગ્યો બોયફ્રેન્ડ
સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે તેના મિત્રો અને સાથીઓ તેને મદદ કરે છે. ત્યારે વીડિયોમાં બોયફ્રેન્ડને તેની ગર્લફ્રેન્ડને છોડીને ભાગી જતો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયોમાં કેટલાક બદમાશો રાતના અંધારામાં રસ્તા પર ચાલી રહેલી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડને લૂંટવા માટે બાઇક પર આવે છે અને તેમને બંદૂકની અણીએ લૂટી રહ્યા છે. આ દરમિયાન મોકો મળતાં જ બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડને છોડીને ભાગી જાય છે.
ગન પોઈન્ટ પર લૂંટ
વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર પોસ્ટ થઈ રહ્યો છે. જેને @TheFigen_ નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. બોયફ્રેન્ડના આ પગલાથી ગુસ્સે થઈને વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે પ્રેમીએ તેની પ્રેમિકાને મરવા માટે છોડી દીધી, આ કોઈ પુરુષ ન હોઈ શકે. વીડિયોમાં જોઈ શકાય છે કે બંદૂકની અણીએ મહિલાને લૂંટી લેતા છોકરો ભાગી જાય છે.
વીડિયો જોયા બાદ યુઝર્સ દંગ રહી ગયા
આ પછી જ્યારે મહિલાએ પાછળ જોયું તો તે તેના બોયફ્રેન્ડની હરકતો જોઈને દંગ રહી જાય છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધી સોશિયલ મીડિયા પર એક લાખ 63 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે અને યુઝર્સ વીડિયો જોયા બાદ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકોએ તેની ગર્લફ્રેન્ડને છોડીને ભાગી રહેલા માણસને કાયર કહ્યો છે.