(Source: ECI/ABP News/ABP Majha)
Cancer Treatment: કેન્સરની ટ્રીટમેન્ટ વિદેશમાં લેવાથી શું થાય છે ફાયદા, કેમ સેલેબ્સ જાય છે વિદેશ
જ્યારે કોઇ રાજનેતા, ખેલાડી કે પછી બોલિવૂડની જગતની હસ્તીને કેન્સરનો રિપોર્ટ આવે છે તો તે વિદેશ ટ્રીટમેન્ટ કરાવવાનું પસંદ કરે છે. શું છે તેના કારણો
Cancer Treatment: બોલિવૂડથી લઈને ક્રિકેટ જગત અને રાજકારણ સુધી અનેક સેલિબ્રિટીઓ કેન્સરનો શિકાર બની ચૂક્યા છે. મોટાભાગની સેલિબ્રિટીઓએ વિદેશમાં સારવાર લીધી છે. જાણો શા માટે સેલેબ્સ સારવાર માટે વિદેશ જાય છે.
મોટાભાગના સેલેબ્સ કેન્સરની સારવાર માટે વિદેશ જાય છે. વિદેશમાં સારી સારવાર ઉપલબ્ધ હોવાને કારણે મોટાભાગની હસ્તીઓ સારવાર માટે અમેરિકા જાય છે. શું તમે જાણો છો આનું કારણ શું છે?
અભિનેત્રી મહિમા ચૌધરીએ હાલમાં જ કૈસર સાથેની લડાઈ જીતી છે. લોકોને લાંબા સમય પછી મહિમાના કેન્સર વિશે ખબર પડી હતી. મોટાભાગની સેલિબ્રિટી પ્રાઇવેસીના કારણે વિદેશમાં સારવાર લેવાનું પસંદ કરે છે.
અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ કેન્સરને માત આપી છે. શ્રેષ્ઠ સારવારને કારણે બોલિવૂડની હસ્તીઓ સારવાર માટે વિદેશ જાય છે. યૂએસ અને યુકે તબીબી રીતે અદ્યતન હોવાથી અહીં જવાનું પસંદ કરે છે.
કેન્સર લડવૈયાઓની યાદીમાં અભિનેત્રી મનીષા કોઈરાલાનો પણ સમાવેશ થાય છે. વિદેશમાં સામાન્ય સારવારથી લઈને કેન્સરની સારવાર ભારત કરતા અનેક ગણી મોંઘી છે, જે સેલેબ્સ પરવડી શકે છે.
ડાયરેક્ટર રાકેશ રોશને પણ વિદેશમાં કેન્સરની સારવાર કરાવી હતી. અમેરિકા જેવા દેશોમાં દરેકે દર્દીઓના ડૉક્ટરોની સંખ્યા ભારત કરતાં વધુ છે. જેના કારણે દર્દીને સારી સારવાર મળે છે.
અભિનેતા ઈરફાન ખાને પણ લાંબા સમય સુધી કેન્સર સામે જંગ લડી પરંતુ તે જીવનની લડાઈ હારી ગયો હતો. વિદેશમાં અદ્યતન ટેક્નોલોજી, મેડિકલ સુવિધાઓ અને ડોક્ટર્સ હોવાથી લોકો વિદેશ જવાનુંપસંદ કરે છે પરંતુ ઇરફાન ખાન કેન્સર સામેની જંગમાં હારી ગયા
ક્રિકેટર યુવરાજ પણ કેન્સર સામે જંગ લડી ચુક્યો છે. યુવરાજ પણ તેની સારવાર માટે અમેરિકા ગયો હતો. વિદેશમાં સારા વાતાવરણમાં ઝડપથી હીલિંગ થાય છે અને પ્રાઈવસી પણ જળવાઇ રહે છે.