(Source: ECI/ABP News/ABP Majha)
Women Health: પિરિયડ્સ દરમિયાન મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ પેડ કરતા આ કારણે ફાયદાકારક- સ્ટડી
યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ શિકાગોમાં આ અંગે કરવામાં આવેલ એક રિસર્ચ અનુસાર મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ મહિલાઓમાં ઈન્ફેક્શનના જોખમને ઘટાડવાની સાથે યોનિમાર્ગના સ્વાસ્થ્યને સારું ગણવામાં આવે છે.
Menstrual Cup:યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ શિકાગોમાં આ અંગે કરવામાં આવેલ એક રિસર્ચ અનુસાર મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ મહિલાઓમાં ઈન્ફેક્શનના જોખમને ઘટાડવાની સાથે યોનિમાર્ગના સ્વાસ્થ્યને સારું ગણવામાં આવે છે.
જો કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓને વાપરવા માટે ઘણી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ તેમ છતાં મહિલાઓ સેનેટરી પેડનો વધુ ઉપયોગ કરે છે. કારણ કે મહિલાઓને તે ખૂબ જ આરામદાયક લાગે છે. તે બજારમાં મહિલાઓની જરૂરિયાત મુજબ વિવિધ વેરાયટીમાં ઉપલબ્ધ છે. જોકે સેનિટરી પેડ્સ યોનિમાર્ગના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવતા નથી. એક સંશોધનમાં એ વાત સામે આવી છે કે જો મહિલાઓ પીરિયડ્સ દરમિયાન મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરે છે, તો તે યોનિમાર્ગના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
માસિક કપનો ઉપયોગ ચેપ ઘટાડે છે - અભ્યાસ
માસિક કપ એ પીરિયડ હાઈજીન પ્રોડક્ટ્સ માટે અદ્યતન અને ઉપયોગમાં સરળ અભિગમ છે. યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ શિકાગોમાં આ અંગે કરવામાં આવેલા સંશોધન મુજબ, મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવાથી મહિલાઓમાં ઈન્ફેક્શનનો ખતરો ઓછો થવાની સાથે યોનિમાર્ગની તંદુરસ્તી સારી રાખવામાં મદદ મળે છે. સંશોધનમાં કેટલીક યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને ઉપયોગ કરવા માટે માસિક કપ આપવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે, તેનો ઉપયોગ કરતી મોટાભાગની યુવતીઓમાં ચેપનું જોખમ ખૂબ જ ઓછું હતું. આ સંશોધનમાં કન્યા માધ્યમિક શાળાના 436 કિશોરીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઘણા મહિનાઓ સુધી ચાલેલા આ સંશોધનમાં સંશોધકોએ શોધી કાઢ્યું કે યુવતીઓમાં બેક્ટેરિયલ વેજીનોસિસ ચેપનું જોખમ 26 ટકા ઓછું થયું છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોનું જોખમ પણ ઘણું ઓછું જોવા મળ્યું હતું. આ અભ્યાસ PLOS મેડિસિનમાં પ્રકાશિત થયો છે.સંશોધકોનું માનવું છે કે, આ રીત મહિલાઓના સ્વાસ્થ્ય માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
માસિક કપના ફાયદા?
- ચેપનું જોખમ ઘટાડવા માટે દર 6 કલાકે પેડ બદલવાની ભલામણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મેન્સ્ટ્રુઅલ કપ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- પીરિયડ્સ દરમિયાન પેડ પહેર્યા પછી પણ લીકેજનો ડર રહે છે. આ માટે મેન્સ્ટ્રુઅલ કપ લગાવવાથી તમને મદદ મળી શકે છે.
- મેન્સ્ટ્રુઅલ કપ લગાવવાથી ઈન્ફેક્શનનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે.