Omicron Crisis: દુબઇથી મુંબઇ આવતા યાત્રીઓ માટે 7 દિવસનું હોમ ક્વોરોન્ટાઇ અનિવાર્ય
Omicron Crisis:BMC દ્વારા શુક્રવાર જાહેર કરાયેલા આદેશ મુજબ ગ્રેટર મુંબઇની નગરપાલિકા સીમામાં કોઇ પ્રકારના જાહેર આયોજન પર પ્રતિબંઘ લાદી દેવાયો છે.
Omicron Cases In India: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ શુક્રવારે કહ્યું કે દુબઈથી મુંબઈ પરત ફરતા લોકોએ સાત દિવસ સુધી તેમના હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. BMCએ કહ્યું છે કે, મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં રહેતા મુસાફરો દુબઈથી મુંબઈ આવ્યાં બાદ મુંબઇથી તેમના ગામ જઇ શકશે પરંતુ તેમના પરિવહનની વ્યવસ્થા કલેક્ટર દ્વારા કરવામાં આવશે.
BMC કમિશનર ડૉ. IS ચહલ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, "દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મુંબઈ એરપોર્ટ પર આવતા દરેક મુંબઈવાસીએ અહીં આવ્યા પછી ફરજિયાતપણે સાત દિવસની ક્વોરેન્ટાઈનમાંથી પસાર થવું પડશે." આદેશ અનુસાર, સ્થાનિક વોર્ડ ઓફિસર સાત દિવસ પછી સંબંધિત વ્યક્તિનો RT-PCR ટેસ્ટ કરાવશે અને જો પરિણામ નેગેટિવ આવશે તો વ્યક્તિ આગામી સાત દિવસ સુધી સેલ્ફ ઇન્સ્પેકશન કરશે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 28માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7189 નવા કેસ નોંધાયા છે અને 387 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.7286.લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 77,032પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3281 કેસ નોંધાયા છે અને 342 સંક્રમિતોના મોત થયા છે. ઓમિક્રોનના કુલ કેસ 415 થયા છે.
છેલ્લા 13 દિવસમાં કેટલા કેસ નોંધાયા હતા
24 ડિસેમ્બરે 6650 કેસ અને 374 સંક્રમિતોના મોત થયા હતા. 23 ડિસેમ્બરે 6317 નવા કેસ અને 434 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 22 ડિસેમ્બરે 6317 નવા કેસ 318 સંક્રમિતોના મોત થયા હતા. 21 ડિસેમ્બરે 5326 નવા કેસ અને 453 સંક્રમિતોના મોત થયા હતા. 20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા. 12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.