Fake PSI Case :નકલી PSI મયુર તડવી કાંડમાં સરકારની મોટી કાર્યવાહીના સંકેત, આ 4ADIને કરાયા સસ્પેન્ડ
નકલી PSI મયુર તડવીના કાંડમાં સરકારે 6 અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં 2 PSI અને 4 ADIનો સમાવેશ થાય છે. નકલી પીએસઆઇ કેસમાં હજુ પણ ઉચ્ચ અધિકારી પર કાર્યવાહી થઇ શકે છે.
Fake PSI Case:નકલી PSI મયુર તડવીના કાંડમાં સરકારે 6 અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં 2 PSI અને 4 ADIનો સમાવેશ થાય છે. નકલી પીએસઆઇ કેસમાં હજુ પણ ઉચ્ચ અધિકારી પર કાર્યવાહી થઇ શકે છે.
નકલી PSI મયુર તડવીના કાંડમાં સરકારે 6 અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં 2 PSI અને 4 ADIનો સમાવેશ થાય છે. નકલી પીએસઆઇ કેસમાં હજુ પણ ઉચ્ચ અધિકારી પર કાર્યવાહી થઇ શકે છે.મયુર તડવીની પૂછપરછ દરમિયાન ચૌકાવનારા તથ્યો સામે આવ્યાં છે. તેમની રિમાન્ડ દરમિયાન હજુ પણ સ્ફોટક તથ્યો સામે આ શકે છે. મયુર તડવીની મદદગારી કરનાર બે બેદરકાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે.
નકલી પીએસઆઇ કેસમાં ઉચ્ચ અધિકારી સામે પણ તપાસ થઇ શકે છે. તેમના ટ્રેનિંગથી માંડીને તમામ કાર્યવાહી પર ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. નકલી પીએસઆઇ ટ્રેનિંગ સુધી એક પહોંચ્યો અને ક્યાં અધિકારીએ તેને મદદ કરી હતી આ મુદે તપાસ થઇ રહી છે. હાલ તેમના તમામ ડોક્યુમેન્ટનું બાયોમેટ્રીક ચેકિંગ થઇ રહ્યું છે. આ કાંડ બહાર આવતા અન્ય પીએસઆઇની ટ્રેનિંગ લેતા ટ્રેની પીએસઆઇના ડોક્યુમેન્ટની પણ તપાસ થઇ રહી છે. મયુર તડવી ધરપકડ બાદ હાલ રિમાન્ડ પર છે.
યુવરાજ સિંહે અધિકારીઓને સસ્પેન્ડ કરવાના નિર્ણયને આવકાર્યો છે પરંતુ
Surat: ઓલપાડના બરબોઘન ગ્રામ સભામાં સરપંચ, તલાટી અને ગ્રામજનો વચ્ચે વાકયુદ્ધ
સુરત: સુરતના ઓલપાડ તાલુકાનું બરબોઘન ગામ જેની આજે મળેલી ગ્રામ સભામાં સરપંચ, તલાટી અને ગ્રામજનો વચ્ચે વાકયુદ્ધ થયું હતું. તળાવને ગેરકાયદે ખાલી કરવા મુદે ગ્રામજનોએ હંગામો મચાવ્યો હતો. જેથી ગ્રામ સભાને બરખાસ્ત કરવી પડી હતી. 75 એકર વિસ્તારમાં ગામનું તળાવ આવેલું છે. જેના પાણીનો ગ્રામજનો અને પશુપાલકો ઉપયોગ કરે છે. સરપંચ દિક્ષાંત પટેલ અને તલાટી રાજેશ બોધરા પર આરોપ છે કે, ખાનગી કંપનીને ફાયદો કરાવવા પરવાનગી વગર તળાવને ખાલી કરાવ્યું છે.
ગ્રામજનો મુજબ, 500 વર્ષ જૂનું તળાવ તેમના માટે જીવાદોરી છે. જો બે વર્ષ સુધી વરસાદ ન પડે તો પણ ગ્રામજનોને પાણી મળતું રહે છે. તો સરપંચ અને તલાટીએ ગ્રામજનોના આરોપ નકાર્યા અને દાવો કર્યો કે, તળાવના પાળા બનાવવા માટે ગ્રામ સભામાં ઠરાવ કરી તળાવ ખાલી કરવાયું છે. પરંતુ બંને તળાવને ખાલી કરવાના પુરાવા ન આપી શક્યા.