Gujarat AAP : કૉંગ્રેસ બાદ AAPએ પણ વિધાનસભાના નેતા- ઉપનેતાના નામની કરી જાહેરાત
કૉંગ્રેસ બાદ AAPએ પણ વિધાનસભાના નેતા- ઉપનેતાના નામની જાહેરાત કરી... પક્ષના નેતા તરીકે ચૈતર વસાવા તો ઉપનેતા તરીકે હેમંત ખવાની નિમણૂંક કરાઇ છે.
Gujarat AAP :કૉંગ્રેસ બાદ AAPએ પણ વિધાનસભાના નેતા- ઉપનેતાના નામની જાહેરાત કરી... પક્ષના નેતા તરીકે ચૈતર વસાવા તો ઉપનેતા તરીકે હેમંત ખવાની નિમણૂંક કરાઇ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ને ધારાસભ્ય પક્ષના નેતા અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવાને નાયબ નેતા તરીકે પસંદ કર્યાં છે.
ગુજરાત વિધાનસભામાં આપના પક્ષના નેતા તરીકે ચૈતર વસાવા અને ઉપનેતા તરીકે હેમંત ખવા જી ની નિમણુંક કરવામાં આવી.! pic.twitter.com/VYlgBZp4M6
— AAP Gujarat (@AAPGujarat) January 28, 2023
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગપેસારો કરીને રાષ્ટ્રીય પાર્ટી બનવામાં સફળતા મેળવી લીધી છે. વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીની જીત થઈ હતી. બોટાદમાં ઉમેશ મકવાણાની જીત થઈ હતી. જામજોધપુર બેઠક પર હેમંત ખવાની જીત થઈ હતી. ડેડિયાપાડા બેઠક પર ચૈતર વસાવાની જીત થઈ હતી. ગારીયાધાર બેઠક પરથી સુધિર વાધાણીની જીત થઈ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 13 ટકા જેટલો વોટ શેર મેળવ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં કુલ 41 લાખ જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા છે. આ ઉપરાંત 40 જેટલી વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી મત મેળવવામાં બીજા ક્રમે રહી હતી.
ઉલ્લેખનિય છે કે, 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં AAP પાસે માત્ર 5 ધારાસભ્યો છે, જ્યારે BJP પાસે 156 અને કોંગ્રેસ પાસે 17 – વિપક્ષના નેતાની લાયકાતમાં એક બેઠક ઓછી છે, આના માટે 10 ટકા બેઠકોની જરૂર હોય છે
Mann Ki Baat: 'આપણી સંસ્કૃતિ અને નસોમાં છે લોકશાહી', વર્ષ 2023ના પ્રથમ મન કી બાતના એપિસોડમાં બોલ્યા PM મોદી
PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કર્યા. વર્ષ 2023માં મન કી બાત કાર્યક્રમનો આ પહેલો એપિસોડ છે. આ દરમિયાન પીએમ મોદી દેશવાસીઓને 'ન્યૂ ઈન્ડિયા' વિશે જણાવ્યું. આ સાથે તેઓ દેશના વિકાસ માટે પોતાના વિચારો પણ શેર કર્યા. પીએમ મોદીએ કહ્યું કે દેશભરના લોકોએ તેમની સાથે તેમના વિચારો શેર કર્યા છે. તેમણે ફરજના માર્ગે આયોજિત ગણતંત્ર દિવસની ઉજવણી વિશે જણાવ્યું હતું. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અનેક પાસાઓની પ્રશંસા થઈ રહી છે. જેસલમેરથી પુલકિતે લખ્યું કે પરેડ દરમિયાન કર્તવ્ય પથનું નિર્માણ કરનાર શ્રમિકોને જોઈને તેને ઘણી ખુશી થઈ
આદિવાસી સમાજ પોતાની પરંપરાઓને બચાવવા આતુર'
તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં પદ્મ પુરસ્કારો આદિવાસી સમુદાયો અને આદિવાસી સમાજ સાથે જોડાયેલા લોકોમાંથી આવે છે. આદિવાસીઓનું જીવન શહેરી જીવન કરતાં અલગ છે, તેના પોતાના પડકારો પણ છે. આ બધું હોવા છતાં આદિવાસી સમાજ પોતાની પરંપરાઓને બચાવવા હંમેશા ઉત્સુક છે.
'આદિવાસી ભાષાઓ પર કામ કરનારાઓને પદ્મ એવોર્ડ'
ટોટો, હો, કુઇ, કુવી અને માંડા જેવી આદિવાસી ભાષાઓ પર તેમના કામ માટે ઘણી મહાન હસ્તીઓને પદ્મ પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તે આપણા બધા માટે ગર્વની વાત છે. સિદ્દી, જારાવા અને ઓંગે આદિવાસીઓ સાથે કામ કરનારાઓને પણ આ વખતે પુરસ્કાર આપવામાં આવ્યો છે.