કોરોના વાયરસના સંક્રમણને લઈ ગુજરાતના આ શહેરમાંથી આવ્યા ચિંતાજનક સમાચાર, જાણો
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 68 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાતા નવા કેસની વચ્ચે અમદાવાદ શહેર માટે ચિંતાનજક સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે 68 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાતા નવા કેસની વચ્ચે અમદાવાદ શહેર માટે ચિંતાનજક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં આજે કોરોના વાયરસના નવા 20 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 9 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદ શહેરમાં આજે 17237 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યના મહાનગરોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 20 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 12 કેસ, સુરત કોર્પોરેેશનમાં 9 કેસ નોંધાયા છે. રાજ્યમાં અચાનક કેસમાં વધારો થતા લોકોમાં ચિંતા છે. રાજ્યમાં આજે 43 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 580 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 574 નાગરિકો સ્ટેબલ છે. 8,17,687 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10100 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 19ને પ્રથમ અને 833 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 8116 લોકોને પ્રથમ અને 72068 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26436 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 187060 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,94,532 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,64,92,183 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 68 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 43 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,687 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 2,94,532 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.