Ahmedabad: પુસ્તકપ્રેમીઓ માટે ખુશખબર, અમદાવાદમાં આ સ્થળે શરુ થયો પુસ્તક મેળો, એક સ્થળે મળશે 25 હજારથી વધુ પુસ્તકો
અમદાવાદ: પુસ્તકપ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામાં 25 હજારથી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે. આમ એક જગ્યા પર પુસ્તકપ્રેમીઓને પોતાના મનગમતા લેખકોના પુસ્તકો મળી રહેશે.
અમદાવાદ: પુસ્તકપ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામાં 25 હજારથી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા છે. આમ એક જગ્યા પર પુસ્તકપ્રેમીઓને પોતાના મનગમતા લેખકોના પુસ્તકો મળી રહેશે. શહેરના સી.જી. રોડ પર આવેલા સુશીલાબેન રતિલાલ હોલ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા 'કલમનો કાર્નિવલ' પુસ્તક મેળાનું આયોજન કરાયું છે. આ પુસ્તક મેળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુસ્તક પ્રદર્શનને નિહાળ્યું હતું અને ત્યાં ઉપસ્થિત વિવિધ લેખકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, નવભારત સાહિત્ય મંદિર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવભારત સાહિત્ય મંદિર દ્વારા અમદાવાદ ખાતે આયોજિત 'કલમનો કાર્નિવલ' પુસ્તક મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
— CMO Gujarat (@CMOGuj) August 4, 2023
મુખ્યમંત્રીશ્રીએ વિવિધ વિષયોના 25,000 થી પણ વધુ પુસ્તકો ધરાવતા આ પ્રદર્શનને નિહાળ્યું હતું તેમજ ઉપસ્થિત લેખકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. pic.twitter.com/bdy0XtrpTx
4 થી 20 ઓગસ્ટ, 2023 સુધી ચાલનારા આ પુસ્તક મેળામાં વિવિધ વિષયો જેવા કે, ઈતિહાસ, પૌરાણિક કથા, આધ્યાત્મિક, ધર્મ, સસ્પેન્સ, ડ્રામા, હૉરર, સેલ્ફ-હેલ્પ, મેનેજમેન્ટ, પ્રેરક, ઇતિહાસ વગેરેના 25,000થી પણ વધુ પુસ્તકોનો સમાવેશ છે. આ ઉપરાંત પુસ્તકો અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે. 'કલમનો કાર્નિવલ' પુસ્તક મેળામાં ધારાસભ્ય અમિતભ શાહ અને સાહિત્યકારો, લેખકો, પત્રકારો તથા મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ હાજર રહ્યા હતા.
70 IPS અધિકારીઓની બદલીમાં ગૃહ વિભાગની ભૂલો
એક સપ્તાહ પહેલા ગુજરાતમાં 70 જેટલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. 27 જૂલાઈના રોજ રાજ્યમાં 70 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હતી. આ બદલીઓ બાદ જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, અમદાવાદ પોલીસ કમિશનર બન્યા છે, જ્યારે અનુપમસિંહ ગહેલોત વડોદરાના પોલીસ કમિશનર બન્યા છે. આ બદલી બાદ આઈપીએસ અધિકારીઓમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. 70 આઈપીએસ અધિકારીઓની બદલીમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અનેક ભૂલો કરવામાં આવી છે.
આ બદલીઓમાં એડી.ડીજી લેવલના પૂર્વ રેન્જ વડા પિયુષ પટેલનું નામ છે પરંતુ તેમને કોઈ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી, પિયુષ પટેલને લીવ રિઝર્વ રાખવામાં આવ્યા છે ત્યારે હવે તેમને સેન્ટ્રલ ડેપ્યુટેશનમાં પસંદ કરી શકાય છે .તેમને બીએસએફના ગુજરાતના વડાની જગ્યા પર મૂકવામાં આવે તેવી શક્યતા છે.
મનોજ અગ્રવાલ ફરી ચર્ચામાં
આર.બી. બ્રહ્મભટ્ટને આઈબીના વડા બનાવાયા
ACB વડાનું પદ 70 આઈપીએસ અધિકારીઓની બદલી બાદ ખાલી છે, આ પોસ્ટ પર અનુપમસિંહ ગહેલોત હતા, જેમને વડોદરા પોલીસ કમિશ્નર તરીકે નિમણુંક આપવામાં આવી છે. ACB નો ચાર્જ અનુપમસિહ ગેહલોત પાસે છે કે અન્ય કોઈ બીજા પાસે તેનો બદલીઓમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આર.બી. બ્રહ્મભટ્ટને આઈબીના વડા બનાવાયા છે ત્યારે આ ચાર્જ તેમને સોંપવામાં આવે તેવી ચર્ચા છે.
અજય તોમર ફેબ્રુઆરીમાં નિવૃત થવાના છે
સુરત પોલીસ કમિશનર અજય તોમર ફેબ્રુઆરીમાં નિવૃત થવાના છે. તેમની બદલી નથી કરવામાં આવી. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે જી.એસ. મલ્લિકને મૂકવામાં આવતા પોસ્ટીંગની આખી સાયકલ ખોરવાઇ ગઈ હોય તેવું અધિકારીઓમાં અંદરખાને ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ 70 અધિકારીઓની બદલીમાં રાજ્યના મુખ્ય જેલ વડા ડો.કે. એલ.એન. રાવને અંદાજે ચાર વર્ષ જેટલો સમય થવા છતા તેમની બદલી થઈ નથી.જ્યારે બોર્ડર રેન્જ વડા જે. આર. મોથલિયાને પણ ત્રણ વર્ષ થવા છતાં બદલી કરવામાં નથી આવી.સુત્રોના મતે સુરત પોલીસ કમિશનર અજય તોમર નિવૃત થાય એ પહેલા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓની બદલીઓ ફરી કરવામાં આવશે.