શોધખોળ કરો

ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ, વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજના અગ્રણીઓની બંધ બારણે બેઠક

ગુજરાતના રાજકારણમાં હાલમાં અનેક હલચલ જોવા મળી રહી છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય તેવી વાત સામે આવી છે તો બીજી તરફ આવતીકાલે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની બેઠક યોજાવાની છે.

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં હાલમાં અનેક હલચલ જોવા મળી રહી છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય તેવી વાત સામે આવી છે તો બીજી તરફ આવતીકાલે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખોની અમદાવાદમાં બેઠક યોજાવાની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજના અગ્રણીઓ એક મંચ પર જોવા મળશે.

મળતી માહિતી પ્રમાણે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે બેઠક યોજાશે. આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ, સિદસરના જેરામભાઈ વાંસજાળિયા હાજર રહેશે. આ બેઠક અંગે વાત કરીએ તો, યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતિના બાબતે ચર્ચા થશે. 

આ ઉપરાંત તાજેતરમાં PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાય મુદ્દે ચર્ચા થશે. આ અગાઉ 12 જૂન 2021માં ખોડલધામ ખાતે મુખ્ય સંસ્થાઓની બેઠક મળી હતી. પાટીદારો સહિત બિનઅનામત સમાજને થઈ રહેલા અન્યાય અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. કાલે સવારે 9.30 કલાકે વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે બંધબારણે બેઠક યોજાશે. બિનઅનામત આયોગ અને નિગમમાં પેન્ડીંગ પડેલા પ્રશ્નોના નિકાલે અંગે પણ ચર્ચા થશે. સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વાલજી શેટા વગેરે દિગ્ગજો હાજર રહેશે.

નરેશ પટેલ ગુરૂવારે અંતિમ નિર્ણય જાહેર કરશે

રાજકોટ:  ખોડલધામ ચેરમેન નરેશ પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ અંગે નરેશ પટેલ ગુરૂવારે અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શકયતા છે.  પાટીદાર આગેવાને ખોડલધામની ત્રણેય સંસ્થાઓની કાગવડમાં બેઠક બોલાવી છે. સવારે ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન તથા લેઉવા પટેલ અતિથિભવન સોમનાથના હોદ્દેદારોની બેઠક યોજાઇૉ. ગુરૂવારે ત્રણેય સંસ્થાના ટ્રસ્ટીઓની બેઠક થશે. કાગવડ ખોડલધામ મંદિર ખાતે પત્રકાર પરિષદ કરી નરેશ પટેલ નિર્ણય જાહેર કરશે તેવી શક્યતા છે.

આ અંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કહ્યું કે, નરેશ પટેલ વડિલોના મતને ધ્યાનમાં રાખીને રાજનીતિમાં નહીં જોડાઈ. નોંધનિય છે કે, નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે એક સર્વે કરાવ્યો હતો. ત્યારે પણ ઘણા વડિલોએ તેમને રાજકારણમાં ન જોડાવાનું સુચન કર્યું હોવાની વાત સામે આવી હતી. જો સત્તાવાર જાહેરાત તો ગુરુવારે જ થશે તેવી માહિતી સામે આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget