શોધખોળ કરો

Ahmedabad News: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો, મોટી સંખ્યામાં આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad News: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. આજે આપના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે.

Ahmedabad News: લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. આજે આપના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયેલા પદાધિકારીઓ – હોદ્દેદારોને આવકારતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતનો જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ત્યારે દુધમાં સાકર ભળે અને મીઠાસ વધે તેમ સૌ પદાધિકારી-હોદ્દેદારોના કોંગ્રેસ પક્ષમાં આવવાથી પ્રજા સેવાને વેગ મળશે. ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. 

મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે, જી.એસ.ટી.નું અણઘડ અમલીકરણ, ટેક્ષનો બોજો અને ટેક્ષ ટેરેરીઝમને કારણે ગુજરાતના નાના ઉદ્યોગકાર-વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર થઈ છે ત્યારે ગુજરાતીઓના પ્રાણ પ્રશ્નો માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ગુજરાતના હિતમાં કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.

શક્તિસિંહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે ત્યારે કોંગ્રેસ પરિવારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી હરેશ કોઠારી, પૂર્વ પ્રમુખ ઉત્તર-પશ્ચિમ ઝોન અમદાવાદ રાજેશકુમાર પ્રજાપતિ, મધ્યઝોન અમદાવાદ શહેર અધ્યક્ષ જાહિદ એચ. શેખ, મહિલા પ્રદેશ મંત્રી રમીલાબેન ડાભી, અમદાવાદ શહેર મંત્રી રેખા મેવાણી, પ્રદેશ મહિલા મંત્રી શ્રધ્ધાબેન પટેલ, મનિષાબેન પટેલ, કમળાબેન પટણી, અમદાવાદ શહેર પૂર્વમંત્રી દિનેશ ટાંક, પૂર્વ મહામંત્રી અશોક ગોહિલ, અમદાવાદ શહેર ઓ.બી.સી. પ્રમુખ ઉમેશ પ્રજાપતિ, ગુજરાત સ્ટેટ સોશીયલ મીડીયા ઈન્ચાર્જ હેમાંગ વ્યાસ, ઘાટલોડીયા વોર્ડ પ્રમુખ હસમુખ પટેલ, વટવા વોર્ડ સંગઠનમંત્રી ધર્મેન્દ્ર રાજપુત, સંગઠન મંત્રી પૂર્વઝોન ભરતભાઈ ભૂત, ખાડીયા કોર્પોરેશન ઉમેદવાર અને મધ્યઝોન સેક્રેટરી શેખ અયાજ અહમદ, જમાલપુર વોર્ડ મંત્રી પ્રતિક ઠક્કર, ઘાટલોડીયા વોર્ડ હસમુખ પટેલ, અમિત ઓઝા, હેમંત પટેલ, પ્રવીણ ડાભી, રાજેશ પંચાલ, જૈમીન પ્રજાપતી, નીતાબેન ગોસ્વામી, ગળતેશ્વર તાલુકા સંગઠન મંત્રી મલીક મુસ્તાક અહેમદ, સહિત મોટી સંખ્યામાં પ્રદેશના હોદ્દેદારો તથા કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં વીધીવત રીતે જોડાયા છે તેઓને આવકારું છું.

તેમણે કહ્યું કે, લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં જ્યારે થોડો સમય બાકી છે ત્યારે અમદાવાદ સહિતના વિસ્તારમાંથી ૧૦૦ થી વધુ કાર્યકર્તા જોડાતા કોંગ્રેસ પક્ષની તાકાતમાં ઉમેરો થશે. ભાજપ સરકારની નીતિ સંગ્રહખોરો-કાળાબજારીયાઓને આશીર્વાદ આપવાની હોવાથી જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની કિંમતો સતત વધી રહી છે. કોંગ્રેસ શાસનમાં ૨૦૧૪માં ૪૧૪ રૂપિયાનો ગેસ સીલેન્ડર મળતો હતો જે આજે ભાજપ સરકારના શાસનમાં ૧૨૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય સેવા સતત કથળી રહ્યાં છે. ગુજરાત માટે સેવાના સાધનાના યજ્ઞમાં મોટી સંખ્યામાં જોડાયેલા આગેવાન-કાર્યકર્તાશ્રીઓનું સૌનું સ્વાગત છે. આગામી સમયમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સૌ માધ્યમ બનશો.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget