Ahmedabad: ગુજરાતના ક્યા ટોચના અધિકારી સામે ભ્રષ્ટાચારનો નોંધાયો કેસ ? જાણો કેટલા કરોડની મળી સંપત્તિ ?
સિનિયર એન્વાયર્મેન્ટ એન્જિનીયર અનિલ શાહ વિરૂદ્વ રૂપિયા 3.57 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
Ahmedabad News: ગુજરાત એસીબીએ અપ્રમાણસર મિલકતના કેસના પોરબંદરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સિનિયર એન્વાયર્મેન્ટ એન્જિનીયર અનિલ શાહ વિરૂદ્વ રૂપિયા 3.57 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. 2006 થી 2020 દરમિયાનની નોકરી દરમિયાન અનિલ શાહે નોકરીમાં ગેરરીતિ આંચરીને તેમની આવકના પ્રમાણમાં 98 ટકા જેટલી અપ્રમાણસર મિલકતો વસાવી હતી. એસીબી દ્વારા ફોરેન્સીક ઓડિટ કરવામાં આવતા આ વિગતો બહાર આવી હતી.
બે આસિસ્ટન્ટ ડાયેક્ટર અને ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ કરતી હતી તપાસ
એસીબીને પોરબંદર વિભાગના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સિનિયર એન્વાયર્મેન્ટ એન્જિનીયર અનિલ શાહ વિરૂદ્વ ખુબ મોટા પ્રમાણમાં અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટ્રાચારની અરજી મળી હતી. જે અનુસંધાનમાં એસીબીએ તપાસ કરવા માટે બે આસિસ્ટન્ટ ડાયેક્ટર અને ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરની વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. જેમણે અનિલ શાહની આવક અને તેમના દ્વારા કરાયેલા નાણાંકીય વ્યવહારની મદદથી કરવામાં આવેલા રોકાણની વિગતો મેળવીને ફોરેન્સીક ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે એપ્રિલ 2006થી માર્ચ 2020ના સમયગાળા દરમિયાન રૂપિયા 3.57 કરોડની ગેરકાયદેસર આવક મેળવીને તેમના સગાના નામે અલગ અલગ સ્થળોએ રોકાણ કરીને ભ્રષ્ટ્રાચાર આચર્યો હતો. આ રકમ તેમની આવકના પ્રમાણમાં 98 ગણી વધારે હતી. જેના આધારે એસીબીએ અનિલ શાહ વિરૂદ્વ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.
ગુજરાતના જાણીતા ક્રિકેટરનાં બેક ખાતાં સીલ, લોકોને છેતરવાનો કેસ, વર્લ્ડકપમાં રમી ચૂક્યો છે
ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની રિઅલ એસ્ટેટ રેગ્યૂલેટરી ઓથોરિટી(રેરા)એ ક્રિકેટર મુનાફ પટેલના બે બેંક ખાતે સીલ કરીને રૂ52 લાખની વસૂલાત કરી છે. ગ્રેટર નોએડામાં એક રેસિડેન્સિયલ સ્કિમ સમય મર્યાદામાં પૂર્ણ નહી કરનાર બિલ્ડર ગૃપ સામે રેરાએ કાર્યવાહી હાથ ધરી છે. મુનાફ પટેલ આ બિલ્ડર ગૃપમાં ડાયરેક્ટર હોવાથી તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
દિલ્હી નજીક નોએડામાં ગ્રેનો વેસ્ટના સેક્ટર 10માં બિલ્ડર ગૃપ 'પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા 'વન લીફ ટ્રોય' નામથી રહેણાંક સ્કિમ મુકવામા આવી હતી. આ સ્કિમને પુર્ણ થવામાં વિલંબ થતાં તેમા મકાનો બુક કરાવનાર ગ્રાહકોએ રેરામાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ ઉત્તર પ્રદેશ રેરાએ બિલ્ડરોને વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો હતો તેમા છતાં પણ સ્કીમ સમયસર પૂર્ણ નહી થતા હવે ગ્રેટર નોએડા જિલ્લા પ્રસાશન દ્વારા રિકવરી સર્ટિફિકેટ જારી કર્યુ છે જે અંતર્ગત પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ.10 કરોડની વસૂલાત કરવાની છે. દાદરી તાલુકા પ્રસાશન દ્વારા રિકવરી સર્ટિફિકેટના આધારે રિકવરીની કાર્યવાહી શરૂ કરી દીધી છે.