શોધખોળ કરો
અમદાવાદ: એસટી બસ અને એક્ટિવાનો ગમખ્વાર અકસ્માત, મહિલા પર બસ ચઢી જતાં ગુમાવ્યો જીવ
અમદાવાદમાં માણેકબાગ રોડ પર એસટી બસે મહિલાનો જીવ લીધો. એસટી બસે એક્ટિવાને અડફેટે લેતાં મહિલા પર બસ ચઢી ગઇ અને મહિલાનું કરૂણ મૃત્ય નિપજ્યું.

WhatsApp_Image_2021-11-28_at_1205.11_AM
અમદાવાદ: એસ ટી બસે ફરી એક મહિલાનો જીવ લીધો છે. અમદાવાદમાં માણેકબાગ રોડ પર બસે એક્ટિવાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઇજા પહોંચી છે તો એક્ટિવાની પાછળ બેઠેલ મહિલા ફંગોળાઇ હતી અને બસની નીચે આવી જતાં મહિલાનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.
અમદાવાદ માણેકબાગ રોડ પર એસટી બસ પૂરપાટ ઝડપે આવતી હતી આ સમયે બસે એકિટવા પર જતાં કપલને અડફેટે લીધું હતું. જેના કારણે એક્ટિવા પાછળ બેઠેલા મહિલા મેઘા ભાવસાર પર બસ ચઢાવી દીધી હતી અને મહિલાનું કમકમાટીભર્યુ મોત થયું હતું તો એક્ટિવા ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા.
વધુ વાંચો





















