શોધખોળ કરો
Advertisement
ADC બેંક માનહાનિ કેસ: રાહુલ ગાંધીને મળ્યા જામીન, જાણો ક્યા નેતા બન્યા જામીનદાર?
એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું. ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજીસ્ટ્રેટ એસ.કે ગઢવી સામે તેમની જુબાની લેવામાં આવશે.
અમદાવાદ:ADC બેંક માનહાની કેસમાં કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને કોર્ટે જામીન આપ્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને રાહુલ ગાંધીને 15 હજારનાં બોન્ડ પર જામીન મળ્યાં છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમના જામીનદાર બન્યાં હતા. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને જજે પૂછ્યું તમને ગુનો કબૂલ છે, તેના જવાબમાં રાહુલે કહ્યું હું દોષિત નથી. હવે આ કેસની આગામી સુનાવણી સાત સપ્ટેમ્બરના રોજ યોજાશે.
મેટ્રોપોલિટન કોર્ટ નંબર 13ના છઠ્ઠા માળે એડિશનલ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ એન.બી.મુશનીની કાર્ટમાં જુબાની આપી હતી. દરમિયાન રાહુલની સાથે અહેમદ પટેલ, અર્જૂન મોઢવાડીયા, રાજીવ સાતવ, અમિત ચાવડા કોર્ટમાં હાજર રહ્યા હતા.Gujarat: Rahul Gandhi leaves from Ahmedabad Metropolitan Court, after he was granted bail, in connection with criminal defamation suit filed against him by Ahmedabad District Cooperative Bank and its chairman Ajay Patel. pic.twitter.com/gsf2QcPMD9
— ANI (@ANI) July 12, 2019
#Gujarat: Ahmedabad Metropolitan Court grants bail to Rahul Gandhi, in connection with criminal defamation suit filed against him by Ahmedabad District Cooperative Bank and its chairman Ajay Patel. (file pic) pic.twitter.com/DrX4qmZSQu
— ANI (@ANI) July 12, 2019
નોંધનીય છે કે એડીસી બેંકે કરેલા રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ગઈ 27 મેએ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. ઉલ્લેખનીય છે કે નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ રૂ. 745 કરોડ બ્લેકના વ્હાઈટ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેની સામે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion