શોધખોળ કરો
નિત્યાનંદ આશ્રમ વિવાદ: CBSE એ અમદાવાદ હીરાપુરની DPS સ્કૂલની માન્યતા કરી રદ
નિત્યાનંદ આશ્રમ વિવાદને મામલે CBSE બોર્ડે DPS હીરાપુર સ્કૂલની માન્યતા રદ કરી છે. બોગસ NOC આપીને મંજુરી મેળવી હતી.
![નિત્યાનંદ આશ્રમ વિવાદ: CBSE એ અમદાવાદ હીરાપુરની DPS સ્કૂલની માન્યતા કરી રદ Ahemdabad Nityananda ashram cbse cancelled dps east recognition નિત્યાનંદ આશ્રમ વિવાદ: CBSE એ અમદાવાદ હીરાપુરની DPS સ્કૂલની માન્યતા કરી રદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/01203358/DPS.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ વિવાદને મામલે CBSE બોર્ડે DPS હીરાપુર સ્કૂલની માન્યતા રદ કરી છે. બોગસ NOC આપીને મંજુરી મેળવી હતી. હીરાપુર DPS સ્કુલને અગાઉ CBSE દ્વારા જવાબ રજુ કરવા માટે નોટીસ અપાઇ હતી. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે DPSની માન્યતા રદ્દ કરી છે.
સ્કૂલમાં નિયમ વિરુદ્ધ અન્ય પ્રવૃત્તિ ચાલતી હોવાનું CBSE એ નોધ્યું છે. હાલના વિદ્યાર્થીઓ માટે પણ બોર્ડે અગત્યનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલમાં પ્રવેશ અપાશે.
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ધરપકડથી બચવા માટે મંજૂલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરતા ભૂગર્ભમાં ઉતર્યા હોવાનું સામે આવ્યું છે. નકલી NOC મારફતે શાળાની મજૂરી મેળવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)