આ વખતે અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહીં? મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન?
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રથયાત્રાને લઈને નિવેદન આપ્યું હતું કે, રથયાત્રા અંગે સમય પ્રમાણે પગલાંઓ લઈશું. બીજી તરફ અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ અને જગન્નાથ મંદિરના સંચાલકો વચ્ચે બેઠક મળી હતી.
ગાંધીનગરઃ દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા ભગવાન જગન્નાથ મંદિરથી નીકળી તેના નિયત રૂટ પર ફરીને રાત્રે નીજ મંદિરે પરત ફરે છે. ગત વર્ષે કોરોના મહામારીને પગલે રથાયાત્રા કાઢવા પર હાઈકોર્ટે પ્રતિબંધ લગાવાયો હતો. ત્યારે હવે આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં, તેના પર સૌની નજર છે.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રથયાત્રાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રા અંગે સમય પ્રમાણે પગલાંઓ લઈશું. બીજી તરફ અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ અને જગન્નાથ મંદિરના સંચાલકો વચ્ચે બેઠક મળી હતી. વેકસીનેસન કાર્યક્રમ બાદ સેકટર 1 jcp આર.વી અસારી અને ઝોન 3 dcp મકરંદ ચૌહાણે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી અને ભગવાનના દર્શન કર્યા હતા. બંધ બારણે ચાલી રહી છે. બેઠકમાં મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, દિલીપદાસજી અને પોલીસ અધિકારીઓ વચ્ચે રથયાત્રાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી.
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાનગી સ્કૂલોની ફી ઘટાડવા મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હજુ સત્રની શરૂઆત થઈ છે, હજુ સમય કેવો આવે છે તેનાં આઘારે નિર્ણય લઈશું. શાળા સંચાલકો માંગણી કરે છે પણ તેઓ 75 ટકા ફી તો લે જ છે, જેથી તેમની માફી મુદ્દે કોઈ વિચારણા નથી. એફઆરસી નજીકનાં સમયમાં જ ફી સ્ટ્રક્ચર નક્કી કરશે.
તેમણે જણાવ્યું હતું કે, ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે આ સેન્ટર ઉભુ કરાયું છે. ગુજરાતની 54 હજાર શાળાને આ સેન્ટર સાથે જોડવામાં આવ્યા છે. સૌથી પહેલું રાજય ગુજરાત ભારતમાં બનશે જે ને આ પ્રકાર ની વ્યવસ્થાઓ ઊભી કરી છે. બજેટનો સૌથી વધુ હિસ્સો શિક્ષણમાં આપીએ છીએ.
બીજી લહેરને આપણે કંટ્રોલ કરી લીધો છે. એનો અર્થ એ નથી કે કોરોના ખતમ થયો. સંપુર્ણ લોકડાઉન વગર જ આપણે કોરોનાને કન્ટ્રોલ કર્યો છે. હવે જવાબદારી પ્રજાની બને છે કે સાવધાની રાખીયે. રથયાત્રા અંગે સમય પ્રમાણે પગલાંઓ લઈશું.
તેમણે જણાવ્યું હતું કે, ભાજપની 15 મીએ બેઠક નિયત બેઠક છે, જેમાં કોરોનામા થયેલી કામગીરી, થર્ડ વેવની તૈયારીઓ સંદર્ભે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. 36 મી ઓલોમ્પિક ભારતમાં થશે તો કેન્દ્ર સરકારના માર્ગદર્શન નીચે ગુજરાત સરકાર તૈયારી કરી રહી છે. અમદાવાદમાં વ્યવસ્થાઓ ઉભી કરવા તૈયારી કરી રહ્યા છે. રમતગમત કક્ષાએ અમદાવાદ ગુજરાત મેજબાન બનશે ગુજરાત માટે ગૌરવ.