Ahmedabad : ખોખરામાં પાણીનો 20 ફૂટ ઊંચો ફૂવારો ઉડ્યો, લાખો લીટર પાણીનો વેડફાટ
ખોખરા પોલિસ સ્ટેશન માર્ગ પર પીવાના શુધ્ધ પાણીનો 20 ફુટ ઉંચો ફુવારો ઉડ્યો હતો. જેને કારણે લાકો લીટર પાણીનો વેડફાટ થયો છે.બાલકૃષ્ણ સોસાયટીના ગેટની સામે બે માળથી પણ ઉંચો ફુવારો ઉડયો.
અમદાવાદઃ ખોખરા પોલિસ સ્ટેશન માર્ગ પર પીવાના શુધ્ધ પાણીનો 20 ફુટ ઉંચો ફુવારો ઉડ્યો હતો. જેને કારણે લાકો લીટર પાણીનો વેડફાટ થયો છે. મણિનગર રેલવે ફાટકથી પોલિસ સ્ટેશનના માર્ગ પર બાલકૃષ્ણ સોસાયટીના ગેટની સામે બે માળથી પણ ઉંચો ફુવારો ઉડયો. એક સપ્તાહ પહેલા જ આ જ જગ્યાએ ગટરના ચેમ્બર અને પાણીની લાઈન પાસે ભુવો પડતાની સાથે રોડ બેસી જતા તેના સમારકામ માટે લાખોનો ખર્ચ તંત્રએ કયોઁ હતો.
Ahmedabad : ખોખરામાં પાણીનો 20 ફૂટ ઊંચો ફૂવારો ઉડ્યો, લાખો લીટર પાણીનો વેડફાટ #AMC #Ahmedabad pic.twitter.com/3STJGPH1fl
— ABP Asmita (@abpasmitatv) August 23, 2022
સવારના છ કલાકે પાણીના સપ્લાય સાથે જ પાણીની મુખ્ય લાઈનમાં ધોધની જેમ બે માળથી પણ ઉંચો ફુવારો ઉડતા લાખો લીટર પાણી સીધું ગટરમાં વેડફાયુ. સ્થાનિકોએ તંત્ર તેમજ સ્થાનિક નગરસેવક કમલેશ પટેલને આ અંગેની જાણ કરતા તંત્ર પાણીનો ઉંચો ફુવારો બંધ કરવા કામે લાગ્યું. આ પાણી લીકેજને લઈને સ્થાનિક વિસ્તારોમા પાણી પુરવઠા વિતરણ પર ભારે અસર પડી. એક સપ્તાહ અગાઉ ગટરના ચેમ્બર સાથે પાણીની લાઈનમાં ભુવો પડ્યો હતો. સ્થાનિકો દ્વારા ઈજનેર વિભાગને જાણ કરવામાં આવી.
Gujarat Monsoon: હવામાન વિભાગની આગાહીના પગલે આજે સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપી છે. આજે રાજ્યમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તેની અસર રાજ્યભરમાં જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન આપવામાં આવ્યું છે.
મહેસાણામાં વરસાદ
મહેસાણા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ વિસ્તારમાં વરસાદી માહોલ છે. વરસાદનું આગમન થતાં ખેડૂતોની ચિંતા વધી છે
સંતરામપુરમાં પણ વરસાદ
બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. જિલ્લામાં પાંચ દિવસ બાદ વરસાદની શરૂઆત થઈ છે. કાકરેજ,ડીસા,ધાનેરા,દાંતીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. કાકરેજના શિહોરી,થરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદની થઈ શરૂઆત છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે ઉત્તર ગુજરાતમાં અરવવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. 23 ઑગસ્ટે બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 24 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે.