(Source: ECI/ABP News/ABP Majha)
AHMEDABAD : હાટકેશ્વરમાં આગ લાગતા ઘર વખરી સાથે આશરે બે લાખ રૂપિયા બળીને ખાખ થયા
Fire in Ahmedabad : અમદાવાદ શહેરમાં હાટકેશ્વર વિસ્તારમાં એક ઘરમાં આગ લાગતા મોટું નુકસાન થયું છે.
AHMEDABAD : અમદાવાદ શહેરમાં હાટકેશ્વર વિસ્તારમાં એક ઘરમાં આગ લાગતા મોટું નુકસાન થયું છે. મળતી માહિતી પ્રમાણે હાટકેશ્વર સર્કલ પાસે કર્મભૂમિ સોસાયટીના એક મકાનમાં આગ લાગી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે તમામ ઘર વખરી બળીને ખાખ થઇ ગઈ હતી. પણ સાથે એવા પણ સમાચાર મળી રહ્યાં છે કે ઘરવખરી સાથે ઘરમાં રહેલા આશરે બે લાખ રૂપિયા રોકડા પણ બળી ગયા છે. ભોગ બનનાર પરિવારે ઘરવખરી સાથે બચત કરીને ભેગા કરેલા રૂપિયા પણ ગુમાવવાનો વારો આવ્યો છે.
કેવી રીતે લાગી આગ ?
આ આગ લાગવા અંગે સૌ કોઈના મુખે એક જ પ્રશ્ન છે કે આ આગ લાગી કેવી રીતે. આ અંગે મકાનમલિક વિનોદભાઈએ કહ્યું હતું કે ચૈત્ર નવરાત્રી હોવાથી તેમના ઘરના મંદિરમાં દીવો રાખવામાં આવ્યો હતો. તેમનો પરિવાર ઘરની બહાર હતો ત્યારે ઉંદરે આવી આ દીવો પાડી દીધો. તેમના ઘરમાં જુના કપડાંનો ધંધો ચાલતો હતો. જેથી આ કપડાઓને કારણે આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ અને જોતજોતામાં આખું ઘર આગમાં બાળીને ખાખ થઇ ગયું. જુઓ આગનો આ વિડીયો
ભરતી પ્રક્રિયામાં અનામત અંગે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે ભરતી પ્રક્રિયામાં અનામત અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે કોઈ ભરતીમાં અનામત કેટેગરીના ઉમેદવારે અનામતની છૂટછાટનો લાભ લીધો હોય તો તેને ઓપન કેટેગરીનો લાભ મળી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે મેરીટ હોય તો પણ અનામતની છૂટછાટ મેળવ્યા બાદ ઓપન કેટેગરીમાં સમાવિષ્ટ કરવા માટે અનામત કેટેગરીના ઉમેદવારોની રજુઆત ગ્રાહ્ય રાખી શકાય નહીં. હાઇકોર્ટે નીચલી અદાલતોમાં આસીટન્ટસની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી હતી. 100થી વધુ ઉમેદવારોએ આસિસ્ટન્ટની પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયાના સિલેક્ટ લિસ્ટને હાઇકોર્ટમાં પડકાર્યુ હતું. પણ હાઇકોર્ટે આ અરજીને ફગાવી હતી અને આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. સાથે જ હાઇકોર્ટે આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંક્યા હતા.