અમદાવાદઃ સસરાએ એકલતાનો લાભ લઈ કરી પુત્રવધૂની છેડતી ને પુત્રને પડી ગઈ ખબર, પછી તો....
શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિવાર રહે છે. મોટા દીકરાની વહુ ઘરે હતી, ત્યારે તેની એકલતાનો લાભ લઈ હવસખોર સસરાએ તેની છેડતી કરી હતી. પિતા સમાન સસરાની હરકતથી પરિણીતા ડઘાઈ ગઈ હતી.
અમદાવાદઃ શહેરમાં દીકરાએ જ પિતાની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પત્નીની છેડતી કરતા ઉશ્કેરાયેલા પુત્રે પિતાને મોં અને માથામાં દસ્તાના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આ અંગે નાના ભાઈએ પોલીસે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિવાર રહે છે. મોટા દીકરાની વહુ ઘરે હતી, ત્યારે તેની એકલતાનો લાભ લઈ હવસખોર સસરાએ તેની છેડતી કરી હતી. પિતા સમાન સસરાની હરકતથી પરિણીતા ડઘાઈ ગઈ હતી. પતિ ઘરે આવતાં જ તેણે સસરાની હરકત અંગે વાત કરી હતી.
પિતાની હરકતો અંગે જાણ થતાં પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને રસોડામાંથી દસ્તો લઈ પિતાને મોં અને માથામાં મારી દીધો હતો. જેને કારણે તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. પિતાને લોહી લૂહાણ હાલતમાં જ પરિવારના સભ્યોએ સારવાર માટે ખસેડ્યા હતા. અહીં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે નાનાભાઈએ મોટા ભાઈ વિરુદ્ધ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Ahmedabad : સગીરાને અલગ અલગ હોટલમાં લઈ જઈને પ્રેમીએ પરાણે માણ્યું શરીરસુખ, ઇનકાર કર્યો તો....
અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં એક નહિ પરંતુ ત્રણ વખત શારીરિક સંબંધ બાંધીને સગીરાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કૃષ્ણનગર પોલીસની ગિરફતમાં આવેલો આ શખસે સગીરા સાથે સોસીયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી હતી અને બાદમાં સગીરાને બ્લેકમેઇલ કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. સગીરાએ પ્રતિકાર રૂપી વિરોધ કરતા આરોપી સાહિલ શૈલેષભાઈ રાવ નામના યુવકે સગીરાને ધમકી આપી હતી કે તેના વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ કરી દેશે અને સગીરાના પરિવારજનને પણ મોકલી આપશે.
સગીરાને જ્યારે આરોપી યુવકના મલિન ઇરાદાઓનું ભાન થયું ત્યારે સગીરાએ યુવક સાથે કોઈ પણ પ્રકારના સબંધ રાખવાની ના પાડી દીધી હતી અને બાદમાં નરાધમ શૈલેશે સગીરાના કાકાને મેસજ કરી દીધા હતા. ત્યાર બાદ પીડિત સગીરાના પરિવારજનો દ્વારા યુવક વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આખરે પોલીસે પણ આ માનસિક વિકૃત યુવકની ધરપકડ કરી લીધી છે.
સામાન્ય રીતે મિત્રતામાં કોઈ સ્વાર્થ હોતો નથી પરંતુ ઘણાંખરાં એવા લોકો પણ હોય છે કે જેઓ મિત્રતામાં પોતાનો સ્વાર્થ અને મલિન ઇરાદાઓ પાર પાડતા હોય છે અને આવો જ એક યુવકની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી સાહિલ રાવે સગીરાની જિંદગી એક નહિ પરંતુ ત્રણ ત્રણ વખત પિંખી નાંખી છે. સગીરાને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા જ કરતો હતો. કૃષ્ણનગર, નિકોલ વિસ્તારની અલગ અલગ હોટલોમાં લઇ જઇને આરોપી સાહિલ રાવે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે ત્યારે હાલ પોલીસે બળાત્કારની કલમ અને પોસ્કો એકટ હેઠળ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.