શોધખોળ કરો

અમદાવાદમાં કરૂણ ઘટનાઃ એક્સિડન્ટ જોવા ગયેલા યુવક સામે સગા ભાણેજનો મૃતદેહ જોતાં થઈ ગયો બેભાન

વટવામાં બીજલ ડુપ્લેક્સ પાસે  પરીજાત ઉપવન ફ્લેટમાં રહેતા રાજકુમાર હરીશંકર યાદવ (ઉ.વ.38)ની  બહેનનો દિકરો અજયકુમાર મુનર યાદવ (ઉ.વ.21)તેમના ઘરે રહેતો હતો.

અમદાવાદઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બનેલી એક કરૂણ ઘટનામાં અકસ્માત જોવા ગયેલા યુવકને સામે સગા ભાણિયાની લાશ જોવા મળતાં તે સ્થળ પર જ બેભાન થઈ ગયા ગતા. નારોલ સર્કલ  પર સતત બીજા દિવસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવક સાયકલ લઇને જતો હતો ત્યારે તેને  કચડીને મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાયકલ  ચાલક યુવક  ટ્રક નીચે કચડાતા માથું, ચહેરાનો ભાગ સાવ છુંદાઈ ગયો હતો.

આ કેસની વિગત એવી છે કે, વટવામાં બીજલ ડુપ્લેક્સ પાસે  પરીજાત ઉપવન ફ્લેટમાં રહેતા રાજકુમાર હરીશંકર યાદવ (ઉ.વ.38)ની  બહેનનો દિકરો અજયકુમાર મુનર યાદવ (ઉ.વ.21)તેમના ઘરે રહેતો હતો. અજય ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને  નોકરી જવા આવવા માટે સાયકલનો ઉપયોગ  કરતો હતો.

1 ડીસેમ્બરે રાજકુમાર સવારે  પોતે નોકરી પર ગયા હતા ત્યારે એક સહકર્મચારી પાસેથી જાણવા મળ્યું હતું કે, નારોલ સર્કલ પાસે મિત્તલ સેલ્સ એન્ડ સર્વિસની સામે સાયકલ ચાલકને અકસ્માત થયો છે.  તેમણે પોતાના ભાણેજને ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો. તેમણે તેના મિત્રને ફોન કરીને પૂછયું તો જાણવા મળ્યું  કે  અજય નોકરીએ આવ્યો નથી

આ સાંભળીને રાજકુમાર તરત  અકસ્માતના સ્થળે પહોચ્યા હતા અને જોયું તો ટ્રક નીચે કચડાયેલ યુવક તેમનો ભાણીયો જ હતો. આ જોઈને રાજકુમાર બેભાન થઈ ગયા હતા. અજયનેને માથા તથા ચહેરાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી  સ્થળ પર મોત થયું હતું. આ ઘટના અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકુમારે પોતે અજાણ્યા ટ્રક ચાલક સામે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટશનમાં  ફરિયાદ નોંધાવી છે.  શુક્રવારે બપોરે  અજાણ્યા  વૃધ્ધ ગામડી ચાર રસ્તાથી સાયકલ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે રોપડા ચાર રસ્તા તરફથી પૂર ઝડપેઆવેલી  ટ્રકે ટકક્કર મારીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

Surat : દસમામાં ભણતી વિદ્યાર્થીનીને 28 વર્ષનો પાડોશી ટેરેસ પર લઈ ગયો ને નગ્ન કરીને બાંધ્યા શરીર સંબંધ, જાણો પછી શું થયું ? 

સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં 10 ધોરણની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 38 વર્ષીય રાહુલ અંકલ નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે. બિલ્ડીંગ પરના ધાબા પરની પાણીની ટાંકીનો કોક બંધ કરવા જતી વખતે એકલતાનો લાભ લઈ બળજબરી કરી હતી. 15 વર્ષીય કિશોરીએ માતાને વાત કેહતા માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસે પોક્સો અને દુસ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની શોધ શરૂ કરી છે. 

ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, નવાગામ ડિંડોલીમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 15 વર્ષીય સગીરા છે, જે ધો-10માં અભ્યાસ કરે છે. ગત શનિવારે સગીરાની માતાને હાથે દુખાવો થતા માતા-પિતા બંને દવાખાને ગયા હતા. બીજી તરફ સગીરા ઘરે એકલી હતી. આ તકનો લાભ લઈ આરોપી રાહુલે સગીરાને ધાબા પર પાણીનો કોક ચાલુ કરવા ધાબા પર બોલાવી હતી. સગીરા રાહુલને કાકા માનતી હોવાથી ત્યાં ગઈ હતી. આ સમયે રાહુલે પોત પ્રકાશ્યું હતું અને તની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. 

દરમિયાન માતા-પિતા દવાખાનેથી પરત ફરતાં દીકરી ગભરાયેલી જોવા મળી રહી હતી. ત્યારે માતાએ પૂછપરછ કરતાં તેણે સમગ્ર હકિકત જણાવી હતી. આથી રાહુલને પૂછતાં તેણે માંફી માંગી હતી અને ભવિષ્યમાં આવું નહીં કરવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સગીરાની માતાએ આરોપી સામે ફરિયાદ કરતાં આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે ગુનો નોંધી વધી તપાસ હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget