શોધખોળ કરો

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Ahmedabad News: અમદાવાદના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કરતી એક આઘાતજનક ઘટના સામે આવી છે.

Ahmedabad News: અમદાવાદના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કરતી એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીંના એક ભાડાના મકાનમાં રહીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર ફ્લેટના જ સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતા રોજ રાત્રે જમીને ફ્લેટના ધાબા પર ચાલવા જતી હતી. ગઈકાલે (8 ઓગસ્ટ) રાત્રે પણ તે ધાબા પર ગઈ હતી. આ દરમિયાન સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો ધર્મસિંહ રામશંકરસિંહ પણ તેની પાછળ ધાબા પર પહોંચ્યો હતો. આરોપી પહેલેથી જ ધાબા પર યુવતીની રાહ જોતો હોવાનું પણ કહેવાય છે.

આ પણ વાંચો...Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

શરૂઆતમાં ધર્મસિંહે યુવતી સાથે વાતચીત કરી શારીરિક સંબંધ બાંધવાની બીભત્સ માંગણી કરી હતી. યુવતીએ તેનો સખત ઇનકાર કરી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યુવતી ધાબા પરથી નીચે ઉતરવા લાગી, ત્યારે આરોપીએ અચાનક પાછળથી હુમલો કરી દીધો. તેણે યુવતીના ગળે વાયર બાંધીને તેને નીચે પછાડી દીધી. ત્યારબાદ ધાબાનો દરવાજો અંદરથી બંધ કરી, યુવતીનું મોઢું દબાવીને એક કલાક સુધી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

દુષ્કર્મ આચર્યા બાદ આરોપી સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં બેસીને નીચે ભાગી ગયો હતો, જે સમગ્ર ઘટના બિલ્ડિંગના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. યુવતીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. હાલમાં પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પોલીસ કમિશનરના આદેશથી રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવાયું હોવા છતાં, ધાબા પર બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. સ્થાનિક પોલીસ, LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) અને ક્રાઈમ બ્રાન્ચની 10 થી વધુ ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવી, બાતમી અને CCTV ફૂટેજના આધારે વહેલી સવારે જ આરોપી ધર્મસિંહની ધરપકડ કરી લીધી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ધર્મસિંહ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો વતની છે. ચોંકાવનારી વાત એ છે કે તે માત્ર છ-સાત દિવસ પહેલાં જ આ ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગ્યો હતો. આનંદનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી, કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ગોધાવી ગ્રામ પંચાયતની અનોખી પહેલ, 25 નિયમો કર્યાં જાહેર, આ પ્રથાને આપી તિલાંજલિ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
Embed widget