શોધખોળ કરો

અમદાવાદમાં સંત સંમેલન પછી ભાજપના કયા દિગ્ગજ નેતાઓ થયા કોરોના સંક્રમિત? જાણો વિગત

અમદાવાદમાં સંત સંમેલન પછી ભાજપના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર ભાજપ સંગઠનના મોટા ભાગના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.

અમદાવાદઃ શહેરમાં સંત સંમેલન પછી ભાજપના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર ભાજપ સંગઠનના મોટા ભાગના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર, બે મહામંત્રી ભૂષણ ભટ્ટ અને પરેશ લાખાણી કોરોના સંક્રમિત થયા છે. આ બધા જ નેતાઓ અમદાવાદના સંત સંમેલનમાં હાજર હતા. આ સંત સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. 

ગઈ કાલે ગુજરાત સરકારના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે આજે અમદાવાદ ભાજપના બે દિગ્ગજ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત  થયા છે. બે દિવસથી લક્ષણ જણાતા ગઈ કાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. SVP હોસ્પિટલમાં સારવાર માટે શહેર પ્રમુખ અમિત શાહ દાખલ થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. વર્ષ 2021માં દિવાળી સમયે કોરોના સંક્રમિત થયા હતા.

આ સિવાય અમદાવાદ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ પણ કોરોના સંક્રમિત થયા છે. SVP હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.  નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણ દેખાતા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. કોરોના પોઝિટિવ આવતા ધારાસભ્યએ પોતાને સેલ્ફ કોરંનટાઈન કર્યા.  સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરવામાં  આવી અપીલ. કોરોના સંક્રમિત થયા હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી.  વલસાડ જિલ્લાની કપરાડા  વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા છે. જીતુ ચૌધરી બીજીવાર કોરોના સંક્રમિત થયા છે.

રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. બીજી તરફ 236  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19, 523  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 1  મોત થયા છે. આજે 5,26,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1637 , સુરત કોર્પોરેશનમાં 630,  વડોદરા   કોર્પોરેશનમાં 150 , રાજકોટ કોર્પોરેશનમાં 141, આણંદમાં 114, ખેડામાં 84, સુરતમાં 60, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39, ભાવનગર કોર્પોરેશનમાં 38, વલસાડમાં 34, વડોદરામાં 31, ગાંધીનગરમાં 26, પંચમહાલમાં 26, મોરબીમાં 25, અમદાવાદમાં 23, જામનગર કોર્પોરેશનમાં 19, રાજકોટમાં 18, દેવભૂમિ દ્વારકામાં 17, મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10, જૂનાગઢ કોર્પોરેશનમાં 8, અમરેલીમાં 7, મહીસાગરમાં 7, અરવલ્લીમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ગીર સોમનાથમાં 5, બનાસકાંઠામાં 4, ભાવનગરમાં 2, તાપીમાં , બોટાદ, જામનગરમાં એક નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 10994  કેસ છે. જે પૈકી 32 વેન્ટીલેટર પર છે, જ્યારે 10,962 નાગરિકો સ્ટેબલ છે. 8,19,523 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10126 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે અમરેલીમાં કોરોનાના કારણે એકનું મૃત્યુ થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 21  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 455 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 9037 લોકોને પ્રથમ અને 33,822 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,12,790 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 89,260 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 2,80,767 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Amarnath Yatra: આજથી અમરનાથ યાત્રાનો આરંભ, 'હર હર મહાદેવ' ના નારા સાથે શ્રદ્ધાળુઓ થયા રવાના
Amarnath Yatra: આજથી અમરનાથ યાત્રાનો આરંભ, 'હર હર મહાદેવ' ના નારા સાથે શ્રદ્ધાળુઓ થયા રવાના
Heavy Rain: આગામી 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી, 8 જુલાઈ સુધીનો હવામાન રિપોર્ટ આ રહ્યો, વાંચો
Heavy Rain: આગામી 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી, 8 જુલાઈ સુધીનો હવામાન રિપોર્ટ આ રહ્યો, વાંચો
Gujarat Rain: આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
Gujarat Rain: આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
Cloudburst: હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી, 62 લોકોના મોત, 56 લાપતા, શોધખોળ ચાલુ
Cloudburst: હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી, 62 લોકોના મોત, 56 લાપતા, શોધખોળ ચાલુ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂવા પર ભરોસો ભારે પડ્યો !
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોની મુશ્કેલીનો અંત ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોમાં મરી પરવારી સંવેદના ?
Surat Congress Protest: સુરતમાં ખાડીપૂરને લઈ રાજનીતિ ભરપૂર, પાલિકાની મુખ્ય કચેરીએ કોંગ્રેસનું વિરોધ
Gujarat Congress: કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે મોટા ઘમાસાણના એંધાણ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amarnath Yatra: આજથી અમરનાથ યાત્રાનો આરંભ, 'હર હર મહાદેવ' ના નારા સાથે શ્રદ્ધાળુઓ થયા રવાના
Amarnath Yatra: આજથી અમરનાથ યાત્રાનો આરંભ, 'હર હર મહાદેવ' ના નારા સાથે શ્રદ્ધાળુઓ થયા રવાના
Heavy Rain: આગામી 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી, 8 જુલાઈ સુધીનો હવામાન રિપોર્ટ આ રહ્યો, વાંચો
Heavy Rain: આગામી 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી, 8 જુલાઈ સુધીનો હવામાન રિપોર્ટ આ રહ્યો, વાંચો
Gujarat Rain: આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
Gujarat Rain: આજે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગાજવીજ વરસાદ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે
Cloudburst: હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી, 62 લોકોના મોત, 56 લાપતા, શોધખોળ ચાલુ
Cloudburst: હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી, 62 લોકોના મોત, 56 લાપતા, શોધખોળ ચાલુ
ઓલિમ્પિક્સ 2036ની મેજબાની માટે ભારતે દાવો કર્યો મજબૂત, ગુજરાતના આ શહેરમાં આયોજન કરવાનો મુક્યો પ્રસ્તાવ
ઓલિમ્પિક્સ 2036ની મેજબાની માટે ભારતે દાવો કર્યો મજબૂત, ગુજરાતના આ શહેરમાં આયોજન કરવાનો મુક્યો પ્રસ્તાવ
અમદાવાદમાં કેજરીવાલનો ટોણો, 'BJP-કોંગ્રેસનો સંબંધ પતિ-પત્ની જેવો નહીં પણ...'
અમદાવાદમાં કેજરીવાલનો ટોણો, 'BJP-કોંગ્રેસનો સંબંધ પતિ-પત્ની જેવો નહીં પણ...'
IND vs ENG: ગિલની ઐતિહાસિક સદી, જયસ્વાલ-જાડેજાએ પણ મચાવી ધમાલ, જાણો પ્રથમ દિવસના લેખાંજોખાં
IND vs ENG: ગિલની ઐતિહાસિક સદી, જયસ્વાલ-જાડેજાએ પણ મચાવી ધમાલ, જાણો પ્રથમ દિવસના લેખાંજોખાં
એકસાથે 9 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે, આ ટેક કંપની કરવા જઈ રહી છે મોટી છંટણી
એકસાથે 9 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે, આ ટેક કંપની કરવા જઈ રહી છે મોટી છંટણી
Embed widget