શોધખોળ કરો

અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહને લાગ્યો કોરોનાનો ચેપ, બીજી વાર થયા સંક્રમિત

બે દિવસથી લક્ષણ જણાતા ગઈ કાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. SVP હોસ્પિટલમાં સારવાર માટે શહેર પ્રમુખ અમિત શાહ દાખલ થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે.

અમદાવાદઃ શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હવે અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત  થયા છે. બે દિવસથી લક્ષણ જણાતા ગઈ કાલે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. SVP હોસ્પિટલમાં સારવાર માટે શહેર પ્રમુખ અમિત શાહ દાખલ થયા છે. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. વર્ષ 2021માં દિવાળી સમયે કોરોના સંક્રમિત થયા હતા.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3350 કેસ નોંધાયા છે. જ્યારે એકનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. છેલ્લા 5 દિવસ દરમિયાન નોંધાયેલા કેસ પર નજર કરીએ તો કોરોનાનો ગ્રાફ ડરાવી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં દરરોજ સરેરાશ 1 હજાર કેસ વધી રહ્યા છે. 3 જાન્યુ.એ 1259 કેસ નોંધાયા  તો 4 જાન્યુ.એ 2265 કેસ નોંધાયા અને આજે 3350 કેસ નોંધાયા છે.  બીજી તરફ 236  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19, 523  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 1  મોત થયા છે. આજે 5,26,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

તે સિવાય અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે ખળભળાટ મચી ગયો છે. એકલા અમદાવાદ શહેરમાં જ કોરોનાના નવા 1637 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1637 , સુરત કોર્પોરેશનમાં 630,  વડોદરા   કોર્પોરેશનમાં 150 , રાજકોટ કોર્પોરેશનમાં 141, આણંદમાં 114, ખેડામાં 84, સુરતમાં 60, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, કચ્છમાં 48, નવસારીમાં 47, ભરૂચમાં 39, ભાવનગર કોર્પોરેશનમાં 38, વલસાડમાં 34, વડોદરામાં 31, ગાંધીનગરમાં 26, પંચમહાલમાં 26, મોરબીમાં 25, અમદાવાદમાં 23, જામનગર કોર્પોરેશનમાં 19, રાજકોટમાં 18, દેવભૂમિ દ્વારકામાં 17, મહેસાણામાં 13, દાહોદમાં 12, સાબરકાંઠામાં 10, જૂનાગઢ કોર્પોરેશનમાં 8, અમરેલીમાં 7, મહીસાગરમાં 7, અરવલ્લીમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ગીર સોમનાથમાં 5, બનાસકાંઠામાં 4, ભાવનગરમાં 2, તાપીમાં , બોટાદ, જામનગરમાં એક નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 10994  કેસ છે. જે પૈકી 32 વેન્ટીલેટર પર છે, જ્યારે 10,962 નાગરિકો સ્ટેબલ છે. 8,19,523 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10126 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે અમરેલીમાં કોરોનાના કારણે એકનું મૃત્યુ થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 21  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 455 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 9037 લોકોને પ્રથમ અને 33,822 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,12,790 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 89,260 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 2,80,767 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

 આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,26,153 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,18,34,983 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. છોટા ઉદેપુર,  ડાંગ, જૂનાગઢ, નર્મદા, પાટણ, પોરબંદરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 

વિડિઓઝ

Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
Himachal Pradesh: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 8 લોકોના મોત અનેક ઘાયલ
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
દંતેવાડામાં 63 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 36 પર હતું 1.19 કરોડ રુપિયાથી વધુ ઈનામ 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
Knuckle Cracking: શું વારંવાર ટચાકા ફોડવાથી નબળા પડી જાય છે આંગળીના હાડકાં, જાણો કેટલી સાચી છે આ વાત ?
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
ગિલ કે જયસ્વાલ નહીં, આકાશ ચોપરાએ આ ખેલાડીને તિલક વર્માના રિપ્લેસમેન્ટ માટે ગણાવ્યો હોટ ફેવરીટ, નામ જાણીને ચોંકી જશો
Embed widget