શોધખોળ કરો
શહેરમાં ખાનગી NGO દ્વારા યોજાવામાં આવ્યો પ્રોગ્રામ, આ ગંભીર મુદ્દે થઈ ચર્ચા, જાણો
![શહેરમાં ખાનગી NGO દ્વારા યોજાવામાં આવ્યો પ્રોગ્રામ, આ ગંભીર મુદ્દે થઈ ચર્ચા, જાણો Ahmedabad City In Ngo Avaranesa Program શહેરમાં ખાનગી NGO દ્વારા યોજાવામાં આવ્યો પ્રોગ્રામ, આ ગંભીર મુદ્દે થઈ ચર્ચા, જાણો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/12215142/400x400_IMAGE57963050.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ગાયોની હત્યા હમેશા પોલીસ અને પ્રજા માટે સળગતો મુદ્દો રહ્યો છે. ત્યારે આજે શહેરનાં ખાનપુર વિસ્તારમાં એક એનજીઓ દ્વારા ' સે નો ટુ કાઉ સ્લોટર ' પ્રોગામ યોજવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદેશ ગૌ વંશની હત્યા અટકાવવાનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે આ અવેરનેસ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ પણ ટેકનીકલી સપોર્ટ કરશે તેવી હૈયા ધારણા આપી છે.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગૌ વંશની હત્યા થતી આવી છે. આ ગૌ વંશ હત્યા અટકાવવા માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે. જોકે કેટલાક કસાઈ બીફ પર પ્રતિબંધ હોવા છતાં તેની જ ગેરકાયદેસર હેરાફેરી કરતા હોય છે. અમદાવાદની વાત કરવામાં આવે તો આ મામલે સૌથી વધુ ગુનાઓ શહેરના કારંજ , શાહપુર જેવા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. અદાજીત ૩૦ જેટલા ગૌ વંશ કતલ અંગેના ગુનાઓ નોઘાયા હોવા છતાં આજે ખાનગી એનજીઓના અવેરનેસ કેમ્પેઈનમાં પોલીસનો ટેકનીકલ સપોર્ટ રહેશે તેવું એસીપી કક્ષાના અધિકારીએ જણાવ્યું હતું.
બીજી તરફ કાયદેસર ચાલતા સંખ્યાબંધ કતલ ખાનાઓ હાલ બંધ છે. જેને ચાલુ કરાય તેવો સુજાવ પણ આયોજકો દ્વારા સરકારને આપવામાં આવશે તેવી તૈયારી બતાવાઈ છે. મહત્વનું છે કે હાલ કોમી એકતાના માહોલ વચ્ચે ' સે નો ટુ કાઉ સ્લોટર ' પ્રોગામ ને આગળ ધપાવવા કેવા કાર્યક્રમ આપવા તે માટે પોલીસ અને આયોજક પણ દ્વિધામાં છે. પણ આજનું આ પત્રકાર પરિષદમાં પોલીસ અધિકારીઓ સમજ પૂર્વક હાજર નાં રહ્યા હોય તેવું પણ લાગ્યું હતું, કેમકે ગૌ વંશની કતલના સળગતા મુદ્દાને લોકો સુધી લઇ જવા ચોક્કસ આયોજન પોલીસનું કે આયોજકનું દેખાયું નહિ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)