(Source: ECI/ABP News/ABP Majha)
નકલી પાસપોર્ટ કાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શું કર્યો મોટો ખુલાસો, જાણો
પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ક્રાઈમબ્રાંચની તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ પાસેથી 78 પાસપોર્ટ મળ્યા છે.
અમદાવાદ ક્રાઈમબ્રાંચે ગઈકાલે કબૂતરબાજી કાંડનો પર્દાફાશ કરી પિતા- પુત્ર સહિત ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ક્રાઈમબ્રાંચની તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ પાસેથી 78 પાસપોર્ટ મળ્યા છે. ગુજરાત બહારના પણ ચાર એજન્ટના નામ સામે આવ્યા છે. આરોપીઓએ અત્યાર સુધીમાં નકલી પાસપોર્ટના આધારે 30થી વધુ લોકોને વિદેશ મોકલ્યાનો ખુલાસો થયો છે.
અમદાવાદમાં ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી લોકોને વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે નકલી પાસપોર્ટ બનાવી લોકોને અમેરિકામાં ગેરકાયદેસર મોકલી રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ મામલે 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. પાસપોર્ટ કૌભાંડ મહેસાણાના એજન્ટો દ્વારા આચરવામાં આવ્યું હતુ. અત્યાર સુધીમાં એક પરિવાર માટે સવા કરોડ દોઢ કરોડ રૂપિયા લેતા હતા.
મહેસાણા રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલ અમેરિકા જવા માંગતા તેમના નામ બદલીને મોકલવાના હતા. પતિ પત્ની બનાવી ખોટા નામ ધારણ કરાવી મેક્સિકો થઈ અમેરિકા મોકલવાનું કાવતરું પકડવામાં આવ્યું છે. પિતા પુત્ર હરેશ અને હાર્દિક ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવા પ્રયત્નો કર્યા હતા. રજત ચાવડા પાસપૉર્ટ બનાવવામાં મદદ કરતો હોવાનું સામે આવ્યું છે.
અમેરિકા જવાની લાલચ પડી ભારેઃ યુવતી પાસેથી 2.74 લાખ પડાવી લીધા
અમેરિકા લઈ જવાની લાલચ આપી કોલકત્તામાં ગોંધી રાખવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદના બે અને કોલકત્તાના એક એજન્ટ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. નાની કડી ખાતે રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. નાની કડી ખાતે રહેતી રશ્મિકા પટેલે અપહરણ અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. રશ્મિકા પટેલને અપશબ્દો બોલી બળજબરી પૂર્વક 2.74 લાખ પડાવી લેવાયા હતા.
અમેરિકા લઈ જવાના બહાને 36 વર્ષીય યુવતીને દોઢ મહિના સુધી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી હતી. અમદાવાદના સુશીલ રોય, સંતોષ રોય અને કોલકત્તાના કમલ સિંઘાનિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવટી પાસપોર્ટને આધારે અમેરિકા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. બે અલગ અલગ વ્યક્તિને પતિ પત્ની તરીકે દર્શાવીને મોકલવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે બોગસ પાસપોર્ટની તપાસ કરતા ભાંડો ફુટયો. ત્રણ વર્ષમાં 30 વધુ લોકોને અમેરિકા મોકલાયા. એજન્ટ એક વ્યક્તિ દીઠ રૂપિયા 65 લાખ જેટલી માતબર રકમ લેતા હોવાનું પણ પુછપરછમાં જાણવા મળ્યું છે.
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કબૂતરબાજીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચને કબૂતરબાજી કરતા ચાર લોકોની ધરપકડ કરી. મહેસાણાના રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે ખોટા પાસપોર્ટ તૈયાર કરાયા. જો કે અત્યાર સુધી આ મહેસાણાના પરિવાર પાસેથી સવા કરોડથી દોઢ કરોડ રૂપિયા લીધા હતાં. પતિ પત્ની બનાવીને ખોટા નામ ધારણ કરાવી મેક્સિકોથી અમેરિકા મોકલવાનું કાવતરુ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરેશભાઈ અને હાર્દિકને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતા પહેલા ઝડપી પાડયા. રજત ચાવડા પાસપોર્ટ બનાવવામાં મદદ કરતો હોવાનું સામે આવ્યું છે.