(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: FB પર મળેલી યુવતીએ આઘેડને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ માણ્યું શરીરસુખ ને પછી થઈ મહિલા PIની એન્ટ્રી.........
સોશિયલ મીડિયામાં યુવતીઓની હોટ તસવીરો મૂકીને આધેડ સાથે મિત્રતા કરી તેમનો મોબાઇલ નંબર મેળવી વોટ્સએપ પર અશ્લીલ ફોટા અને વીડિયો મોકલી તેમને લલચાવવામાં આવી હતી. તેમજ યુવતી અનન્ય શહેરની હોવાની કહીને પોતાના સંબંધીના ઘરે આવી હોવાનું કહી ફસાવતી હતી.
અમદાવાદઃ શહેરમાં પોલીસ જ હનીટ્રેપ કરતી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનના તત્કાલિન મહિલા પીઆઈ ગીતા પઠાણે જ હનીટ્રેપ કરાવી લાખોના તોડ કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલા પીઆઇની રાજકોટથી ધરપકડ કરી લીધી છે. જોકે, મહિલા પીઆઇએ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં સેનેટાઇઝર પી લેતા તેમને સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયામાં યુવતીઓની હોટ તસવીરો મૂકીને આધેડ સાથે મિત્રતા કરી તેમનો મોબાઇલ નંબર મેળવી વોટ્સએપ પર અશ્લીલ ફોટા અને વીડિયો મોકલી તેમને લલચાવવામાં આવી હતી. તેમજ યુવતી અનન્ય શહેરની હોવાની કહીને પોતાના સંબંધીના ઘરે આવી હોવાનું કહી ફસાવતી હતી. તેમજ હોટલ કે ગેસ્ટા હાઉસમાં મળવા બોલાવી યુવતી તેમની સાથે અશ્લી હરકતો કરતી હતી અને તેના સીસીટીવી ફૂટેજ મેળવી લેવાતા હતા. અમુક કિસ્સામાં યુવતી શારીરિક સંબંધ પણ રાખતી હતી. આ પછી બે જ દિવવસમાં આધેડના મોબાઇલ પપર ઇસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાંથી ફોન થતો હતો અને બળાત્કારની અરજી હોવાનું કહી પોલીસ સ્ટેશને બોલાવી તોડ કરાતો હતો.
શહેરના વેપારી અને લોકોને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને મજા કરવાને બહાને બોલાવીને હનીટ્રેપના ગુનામાં ફસાવવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હનીટ્રેપમાં એક પીઆઈની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ મહિલા ક્રાઈમમા હનીટ્રેપનો ગુનો દાખલ થયો હતો.
જે બાબતે તે ક્રાઈમબ્રાન્ચને તપાસ આપવામાં આવી છે. પહેલાથી જ પીઆઈ દ્વારા આખું નાટક રચવામાં આવતું હતું. રાધિકા નામની યુવતી દ્વારા વેપારી અને લોકોને ફસાવવામાં આવતા હતા. મહિલા પીઆઇ ગીતાબેન પઠાણની અટક કરી છે. સમાધાન કરાવીને પોલીસ રૂપિયા પડાવતી હતી.
કુલ ૨૬ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે, જેમાં ૫૦ ટકા પોલીસએ પડાવ્યા છે. કોઈ વ્યક્તિ સાથે હનીટ્રેપ થાય તે પહેલા જ પોલીસ જે તે વ્યક્તિને ફોન કરીને સમાધાન માટે બોલાવી લેતા. હજી અન્ય પોલીસ અધિકારી સામે પણ પુરાવા મળ્યા છે. તેની અમે તપાસ કરી રહ્યા છીએ. ટુંક સમયમાં તે લોકોના પણ ધરપકડ કરી લેવાશે. ૧૫ દિવસથી બે ટીમ ગીતા પઠાણને પકડવા માટે કાર્યરત હતી. રાજકોટથી તેમની ઘરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.
હનીટ્રેપ કરતી ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે. મહિલા PI ગીતા પઠાણ હનીટ્રેપ કરતી ગેંગનો સાથ આપતા હોવાનું સામે આવ્યું છે. મહિલા PI ગીતા પઠાણની ધરપકડ કરાઈ છે.