શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, CM રૂપાણીએ ઈલેક્ટ્રિક બસનું ફ્લેગ ઓફ કરાવ્યું
સ્વચ્છ અમદાવાદ અને મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ થીમ પર કાંકરિયા કાર્નિવલ ૨૦૧૯ આધારીત છે.
અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલ 2019નો પ્રારંભ થઈ ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દીપ પ્રાગટ્ય કરી કાર્નિવલનો શુભારંભ કરાવ્યો હતો. 12મો કાંકરિયા કાર્નિવલ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રીએ કાર્નિવલના ઉદ્ધાટન સમયે ડ્રેનેજ અને હાઉસિંગના મળી કુલ 1050 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ કાર્નિવલમાં આવ્યા બાદ ઇલેક્ટ્રિક બસનું નિરીક્ષણ કરી 50 બસોનું ફ્લેગ ઓફ કર્યું હતું. તેની સાથે સાથે ઇલેક્ટ્રિક સાયકલ અને સ્કૂટરનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ હાજર રહ્યા હતા.As a part of the Smart City project, the World Heritage City Ahmedabad is taking concrete steps to address the issue of micro mobility & last mile connectivity. Inauguration of the Public Bike Sharing system is a step towards this direction. #AMDABIKE pic.twitter.com/D5uNlCeWGM
— Vijay Rupani (@vijayrupanibjp) December 25, 2019
સીએમ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું, “પીએમ મોદી જ્યારે સીએમ હતા ત્યારે આ શરૂ કરવામાં આવ્યો હતો. લોકો આનંદથી ઉજવણી કરે તે માટે છેલ્લા અનેક વર્ષોથી ઉજવણી કરી રહ્યા છે. અનેક પ્રકારના કાર્યક્રમ,રાઈડ્સ બાળકોને ગમે તેવી પ્રવૃતિઓ ગોઠવવામાં આવી છે. હવે કાયમી લાઇટિંગ રાખવામાં આવશે. લોકો મોટી સંખ્યામાં લાભ લે તેવી અપેક્ષા રાખું છું. પર્યાવરણને ધ્યાનમાં રાખી 50 ઈ બસ દોડતી થઈ છે, ઇલેક્ટ્રિક 600 બસ શહેરના માર્ગો પર દોડશે.” સ્વચ્છ અમદાવાદ અને મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિ થીમ પર કાંકરિયા કાર્નિવલ ૨૦૧૯ આધારીત છે. આણંદઃ આંકલાવના કંથારિયા પાસે ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત, પિતા-પુત્રીના મોત બિન સચિવાલય પેપરલીક મામલોઃ 6 લોકોની ધરપકડ, દાણીલીમડાની સ્કૂલમાંથી ફૂટ્યું હતું પેપરAs a part of boosting Eco-Friendly transportation, added 32 electric buses in existing 18 Electric Buses in the city of Ahmedabad. 50 Electric Buses running on the road would make life easy in the city. pic.twitter.com/XwpmAJ2pRS
— Vijay Rupani (@vijayrupanibjp) December 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement