શોધખોળ કરો
Advertisement
આણંદઃ આંકલાવના કંથારિયા પાસે ST બસ અને બાઇક વચ્ચે અકસ્માત, પિતા-પુત્રીના મોત
આ અકસ્માતમાં બાઈક પર સવાર ચાર લોકોમાંથી બેના મોત થયા હતા, જ્યારે ઘાયલ થયેલા એક મહિલા અને એક બાળકને કરમસદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આણંદ: રાજ્યમાં જીવલેણ અકસ્માત અટકવાનું નામ જ નથી લઈ રહ્યા. આણંદના આંકલાવમાં બનેલી અકસ્માતની ઘટનામાં પિતા-પુત્રીના મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે બુધવારે સાંજે આંકલાવના આસોદર-વાસદ માર્ગ પર આવેલા કંથારિયાના હળદરી પાટીયા પાસે સુરત-ખંભાત એસ.ટી બસ(GJ18 25707) અને બાઈક(GJ23BS 9804) વચ્ચે અકસ્માત થતા બાઈક પર સવાર પિતા અને પુત્રીના મોત થયા છે.
આ અકસ્માતમાં બાઈક પર સવાર ચાર લોકોમાંથી બેના મોત થયા હતા, જ્યારે ઘાયલ થયેલા એક મહિલા અને એક બાળકને કરમસદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત રાજકોટના ઘંટેશ્વર પાર્ક નજીક હાઇવે પર બે બાઇકને પૂરઝડપે આવતી ઇકો કારે અડફેટે લીધી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક સારવાર હેઠળ છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બિન સચિવાલય પેપરલીક મામલોઃ 6 લોકોની ધરપકડ, દાણીલીમડાની સ્કૂલમાંથી ફૂટ્યું હતું પેપર
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ આપી બોલિંગ કોચને ગાળ, મળી આ સજા, જાણો વિગત
બનાસકાંઠા: તીડ મામલે ભાજપ સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે થઈ બોલાચાલી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement