Ahmedabad: વૃદ્ધ NRI દંપત્તિના હત્યારા ક્યાંથી ઝડપાયા ? જાણો મોટા સમાચાર
Ahmedabad NRI Couple Murder Case Update: હત્યારાને ઓળખવા પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા. જેમાં તેઓ 2 બાઈક ઉપર આવ્યા હોવાનું પુરવાર થયું હતુ.
અમદાવાદ: શહેર પોશ વિસ્તાર થલતેજમાં એનઆરઆઇ પટેલ દંપતીની ગત સપ્તાહે હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ હતી. અશોકભાઈ કરશનદાસ પટેલ (૭૧) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની સવારે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં દંપતીની દીકરી અને અન્ય સંબંધીઓ દોડી આવ્યા હતા. આ અંગે જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ગુનેગારોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ કેસ સંદર્ભે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશ ખાતેથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ પત્રકાર પરિષદ યોજી સમગ્ર કેસની વિગતવાર માહિતી આપશે. ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી બે આરોપીઓ ભીંડ જીલલાના મહેગાંવ વિસ્તારમાંથી અન્ય એક આમોખ વિસ્તારમાંથી, અને એકને અમદાવાદ જનતાનગર પકડવામાં આવેલ છે. આરોપીઓને લઇ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ આવી ગઈ છે.
હેબતપુર શાંતિ પેલેસ બંગલોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની હત્યા કરી રૂ.2.45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા લૂંટારાને ઓળખવા પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા. જેમાં લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું પુરવાર થયું હતુ.
તેના આધારે ચારેય લૂંટારા અને હિસ્ટ્રીશીટર ચોર - લૂંટારા હોવાનું પોલીસ તપાસમાં પુરવાર થયું હતું. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા હતા, પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો હતો. પોલીસે હેબતપુર અને આસપાસના વિસ્તારના 200 જેટલા સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં ચારેય આરોપી ઓળખાઈ ગયા હતા.